બોપલ ફ્લાય અોવરના ગાબડાં અંગે કોન્ટ્રાક્ટરને ક્લીન ચીટ

અમદાવાદ: ઔડાના સત્તાવાળાઓ દ્વારા બોપલ-ઘુમાને સાંકળતા રિંગરોડના બોપલ જંકશન પરના શહેરના સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજનું આશરે રૂ.૮૮.૪૦ કરોડના ખર્ચે નિર્માણ કરાયું હતું. તાજેતરમાં આ બ્રિજની એક તરફના રસ્તાનું ધોવાણ થવાથી આ સમગ્ર પ્રોજેક્ટ ચર્ચાસ્પદ બન્યો હતો. બ્રિજના કોન્ટ્રાક્ટર સામે નબળી ગુણવત્તાનંુ નિર્માણ કરાયા હોવાના આક્ષેપ ઊઠ્યા હતા, જોકે ઔડાના સત્તાવાળાઓએ આ મામલે કોન્ટ્રાક્ટરને ક્લીન‌િચટ આપી છે.

ગત તા.૬ જુલાઈએ રિંગરોડ પર શાંતિપુરા સર્કલથી શીલજ સુધી નોન સ્ટોપ વાહન દોડાવી શકાય તેવા આ ફલાય ઓવરબ્રિજનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ ફલાય ઓવરબ્રિજનો કોન્ટ્રક્ટ ગત તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪એ ઔડાના સત્તાવાળાઓ દ્વારા વિજય એમ. મિસ્ત્રી કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો. આ કોન્ટ્રાક્ટર દ્વારા ચારેક મહિનાના વિલંબ બાદ બ્રિજનું નિર્માણકાર્ય પૂરું કરાયું હતું.

દરમિયાન બ્રિજનું નિર્માણ વિલંબમાં ચાલી રહ્યું હોવાથી કોન્ટ્રાક્ટરે રોડ સરફે‌િસંગમાં ઉતાવળ કરી હોવાની ચર્ચા ઊઠી હતી, જોકે તાજેતરમાં પડેલા વરસાદથી બ્રિજ પર ખાડા પડી જવાથી પુનઃ આ બ્રિજ વિવાદના વંટોળે ચઢ્યો હતો. બ્રિજનું ધોવાણ થવાથી વાહનચાલકોની સલામતી માટે તંત્રને એક તરફ ફર‌િજયાતપણે બે‌િરકેડ મૂકીને ટ્રાફિક બંધ કરવાની ફરજ પડી હતી. અત્યારે તો સત્તાવાળાઓએ રિપેરિંગ કરીને બ્રિજ પરના વાહન વ્યવહારને રાબેતા મુજબનો કરી દીધો છે.

દરમિયાન ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલને બ્રિજના ધોવાણ અંગે કોન્ટ્રાક્ટરની ભૂમિકા વિશે પૂછતાં તેઓ કહે છે, ‘જૂની પાઈપલાઈનના સેટલમેન્ટના કારણે ખાડા પડ્યા હતા. કોન્ટ્રાક્ટરનો આમાં કોઈ વાંક જ નથી, તેમણે બ્રિજનું નિર્માણ સરસ રીતે કર્યું છે.’
http://sambhaavnews.com/

You might also like