દરિયાપુરમાં બુટલેગરની હત્યામાં બુટલેગર સહિત બેની ધરપકડ

અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં ર૯ મેના રોજ મોડી રાત્રે બુટલેગરની થયેલી ચકચારી હત્યાના કેસમાં પોલીસે પ્રતિસ્પર્ધી બુટલેગર અને તેના સાથીદારની સિદ્ધપુરથી ધરપકડ કરી છે. પત્ની સાથે આડા સંંબંધ હોવાની શંકા રાખીને બુટલેગરને પ૦ કરતાં વધુ તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

રાજુ ઉર્ફે લોગી ગંગારામ વાઘેલા છેલ્લા ઘણા સમયથી દારૂનો વેપાર કરે છે થોડાક દિવસ પહેલાં તડીપાર પૂરી કરીને ફરીથી તે તેના ઘરે રહેવા માટે આવ્યાે હતાે. દરિયાપુર વિસ્તારમાં બુટલેગર ભદ્રેશ ઉર્ફે ભૂરજી મફાજી ઠાકોર સાથે તેની ઊઠ બેસ હોવાથી રાજુ તેને ઘરે જતો હતો. રાજુ અને ભદ્રેશ વચ્ચે દારૂના ધંધાની અદાવતને લઇને એકાદ વર્ષથી સામાન્ય બોલાચાલી થતી હતી ત્યારે ભદ્રેશની પત્ની સેજલ સાથે રાજુના આડા સંબધો હોવાની પણ શંકા ભદ્રેશ કરતો હતો.

ભદ્રેશની પત્ની સેજલ સાથે રાજુના આડા સંબધ હોવાની શંકા રાખીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. દરિયાપુર પોલીસે ભદ્રેશ તેમજ મૂકેશ ઉર્ફે અગુલની સિદ્ધપુરથી ધરપકડ કરી છે.
http://sambhaavnews.com/

You might also like