બુટલેગરનો નવો કીમિયોઃ કારના બોનેટમાં છુપાવી દારૂની હેરાફેરી

અમદાવાદ: ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો બહારનાં રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવા માટે નીતનવા કીમિયા અજમાવી રહ્યા છે. વડોદરાના રતનપુરા પાટિયા પાસેથી પોલીસે એક કાર ઝડપી લઈ તલાશી લેતાં કારનાં એન્જિનના ભાગે બોનેટમાં છુપાયેલો વિદેશી દારૂનો જથ્થો મળી અાવતાં પોલીસ પણ હેરત પામી ગઈ હતી.

વડોદરા નજીક રતનપુરા પાટિયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કાર પસાર થઈ રહી હોવાની બાતમીના અાધારે પોલીસે વોચ ગોઠવી અા કારને ઝડપી લીધી હતી. કારની અંદરથી વિદેશી દારનો જથ્થો ન મળી અાવતાં પોલીસ વિમાસણમાં પડી ગઈ હતી. દરમિયાનમાં કારનું બોનેટ ખોલીને જોતાં એન્જિનની અાજુબાજુ છુપાયેલો વિદેશી દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા અાઠ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજુ ઠાકરડાને ઝડપી લઈ અા દારૂનો જથ્થો ક્યાં લઈ જવામાં અાવી રહ્યો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like