શેરબજારમાં તેજીની ચાલ: સાત કંપનીની માર્કેટ કેપમાં વધારો

મુંબઇ: શેરબજાર ગત સપ્તાહ દરમિયાન એક ટકા કરતાં વધુ વધ્યું હતું, જેના પગલે અગ્રણી ૧૦ કંપનીમાંથી સાત કંપનીની માર્કેટ કેપમાં કુલ રૂ. ૫૪,૧૭૪ કરોડનો વધારો નોંધાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો શેર પાછલા સપ્તાહે ચાર ટકા વધ્યો હતો, જેથી આ કંપનીની માર્કેટ કેપ રૂ. ૨૫,૨૦૫ કરોડ વધીને રૂ. ૬,૦૧,૩૨૪ કરોડ થઇ ગઇ હતી, જ્યારે ટીસીએસ, એસબીઆઇ અને એચયુએલ કંપનીની માર્કેટ કેપમાં પણ ઘટાડો નોંધાયો છે.

પાછલા સપ્તાહ દરમિયાન ઇન્ફોસિસ કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૮,૯૫૮ કરોડનો વધારો નોંધાઇ રૂ. ૨,૩૧,૯૮૪ કરોડ, એચડીએફસી બેન્કની માર્કેટ કેપ રૂ. ૬,૧૯૩ કરોડ વધીને રૂ. ૪,૭૮,૬૯૧ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકી કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. ૪,૪૪૦ કરોડ થઇ છે. ઓએનજીસીની માર્કેટ કેપમાં રૂ. ૪,૩૬૩ કરોડનો વધારો નોંધાયો છે, જ્યારે આઇટીસીની માર્કેટ કેપમાં રૂ. ૩,૪૧૧ કરોડનો અને એચડીએફસીની માર્કેટ કેપમાં રૂ. ૧,૬૦૦ કરોડનો વધારો નોંધાયો છે.

તો બીજી બાજુ એસબીઆઇની માર્કેટ કેપમાં રૂ. ૪,૪૪૫ કરોડનો ઘટાડો નોંધાઇ રૂ. ૨,૮૬,૭૯૯ કરોડ, ટીસીએસની માર્કેટ કેપમાં રૂ. ૪,૦૭૮ કરોડનો ઘટાડો નોંધાઇ રૂ. ૫,૧૪,૭૦૪ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે, જ્યારે એચયુએલની માર્કેટ કેપમાં રૂ. ૨,૫૭૫ કરોડનો ઘટાડો નોંધાયો છે.

You might also like