બુલિયન બજારના વેપારીઓ ભરાઈ ગયા

અમદાવાદ: પાછલા બેથી ત્રણ મહિનાથી સોના પર કેટલો ટેક્સ આવશે તે અંગે અનિશ્ચિતતાભરી સ્થિતિ પ્રવર્તતી હતી. પાછલા મહિને સરકારે આ અંગે વિરોધ થવાની દહેશતના પગલે ટેક્સનો દર નક્કી કરવાનું પાછું ઠેલ્યું હતું, જોકે શનિવારે આ અંગે જાહેરાત કરીને સોના પર ત્રણ ટકા જીએસટી લાદવાનું નક્કી કરાયું છે.

મોટા ભાગના બુલિયન બજારના વેપારીઓનો મત હતો કે સોના પર પાંચ ટકા જીએસટી લદાશે અને તેના પગલે જીએસટી કાઉન્સિલ દ્વારા રેટની જાહેરાત કરાય તે પૂર્વે મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો હતો. સમગ્ર દેશમાં બુલિયન બજારના કુલ કારોબારમાંથી ૪૦ ટકાથી વધુ કારોબાર અમદાવાદ-રાજકોટના વેપારીઓ દ્વારા થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ જીએસટીના અમલ બાદ નફો કમાઇ લેવાની ગણતરી પાછળ ૩૦થી ૫૦ ટન જેટલો સોનાનો સ્ટોક વેપારીઓ દ્વારા કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હવે કાઉન્સિલે પાંચના બદલે ત્રણ ટકા જીએસટીની જાહેરાત કરતાં આ વેપારીની ગણતરી ઊંધી પડી છે

http://sambhaavnews.com/

You might also like