મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું. બુકિંગ કલાર્ક પણ યાત્રીઓના સુપરફાસ્ટ અને સરચાર્જના નામ પર ૧૦ થી ર૦ રૂપિયા વધુ વસૂલતા હતા. તેની ફરિયાદો પણ રેલવેને મોટી સંખ્યામાં મળી રહી હતી. હવે જનરલ ટિકિટ કાઉન્ટર પર વધુ રકમ ચૂૂકવવાની ઝંઝટ પૂરી થઇ જશે.

પૂર્વ-મધ્ય રેલવે પ્રશાસને આજથી યાત્રીઓની સુવિધામાં વધારો કરતાં મોબાઇલ એપથી જનરલ ટિકિટની સગવડ આપી છે. આજથી રેલવેયાત્રીઓ યુટીએસ ઓન મોબાઇલ એપ દ્વારા પૂર્વ-મધ્ય રેલવે ક્ષેત્રના કોઇ સ્ટેશન માટે જનરલ ટિકિટ બુક કરાવી શકશે.

રેલવેયાત્રીઓએ પોતાના સ્માર્ટ ફોન પર યુટીએસ ઓન મોબાઇલ નામની એપ ડાઉનલોડ કરવી પડશે. એપમાં પહેલાં યાત્રીએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ સ્ટેશન પરિસર અને પછી ઘેરબેઠાં ‌જનરલ ટિકિટનું બુકિંગ કરી શકશે.

યુટીએસ મોબાઇલ એપ દ્વારા યાત્રીઓ ત્રણ પ્રકારની ટિકિટ બુક કરી શકશે, તેમાં પ્લેટફોર્મ ટિકિટ, યાત્રા ટિકિટ અને સિઝન ટિકિટ સામેલ છે. પ્લેટફોર્મ ટિકિટની સમયમર્યાદા બે કલાકની રહેશે. મોબાઇલ એપથી ટિકિટ બુક કરાવતાં પૈસા આર-વોલેટથી કપાશે. જનરલ ટિકિટ બુક કરાવ્યાના ત્રણ કલાકની અંદર મુસાફરી શરૂ
કરવી પડશે.

You might also like