હવેથી ઇન્ટરનેટ વગર માત્ર 3 રૂપિયામાં કરો રેલ્વે ટિકીટ બુક

નવી દિલ્હી: તહેવારની સિઝનમાં રેલ્વે ટિકીટ માટે સૌથી વધારે મારા મારી થાય છે. રેલ્વે ટિકીટ બુક કરાવવા માટે યાત્રીઓને ઇન્ટરનેટની મદદ લેવી પડે છે અથવા તો કાઉન્ટર પર લાઇનમાં જઇને ટિકીટ મેળવવાનો પ્રયત્ન કરે છે. જો કે ભારતીય રેલ્વે પોતાની સેવાઓને દિવસે ને દિવસે સૌથી સારી કરે છે. આજે અમે તમને રેલ્વેની એવી સુવિધાઓ માટે જણાવા જઇ રહ્યા છીએ જેના માટે તમારે રેલ્વે ટિકીટ માટે કાઉન્ટર પર જવાની જરૂર નહીં પડે કે ઇન્ટરનેટની જરૂર પડશે નહીં. હવે આ કામ ફક્ત 3 રૂપિયામાં શક્ય છે. જાણો કેવી રીતે…

શું છે ટ્રીક:

સોથી પહેલા મોબાઇલના ઇનબોક્સમાં જઇને 139 પર <Travel Date (DDMM) > (6 પેસેન્જર્સ સુધી ) (પૂરી માહિતી સાથે) મેસેજ કરો.

ત્યારબાદ તમને એક મેસેજ આવશે જેમાં ટ્રાજેક્શન આઇડી, ટિકીટ અમાઉન્ટ અને સીટ માટે જાણકારી હશે. ટિકીટનું મોબાઇલ પેમેન્ટ કરતી વખતે IMPSની રીત અપનાવી શકો છો. એમાં IRCTC યૂઝર આઇડી જ તમારું IRCTC યૂઝર નામ હશે. ડિટેલ વેરીફઆઇ થયા બાદ તમારી ટિકીટ બુક થઇ જશે. છેલ્લે તમને કન્ફર્મ મેસેજ આવી જશે. એના દ્વારા એક વખતમાં 6 યાત્રીઓની ટિકીટ બુક કરાવી શકાય છે.

શું છે કેન્સલ કરવાની રીત:

139 નંબર પર CAN મોકલીને ટિકીટ કેન્સલ કરી શકાય છે. એની સાથે PNR નંબર અને IRCTC યૂઝર આઇડી પણ આપવું પડશે. યાત્રા દરમિયાન મોબાઇલમાં sms હોવો જોઇએ. એની પ્રિન્ટ આઉટ જરૂર નથી. ધ્યાનમાં રાખો કે મોબાઇલથી ટિકીટ બુક કરાવવા માટે તમારી પાસે IRCTC અકાઉન્ટ અને ઓનલાઇન બેકિંગની સુવિધા હોવી જોઇએ.

તમને જણાવી દઇએ કે ટિકીય બુક કરતાં પહેલા બેંક IMPS (ઇમીડિએટ પેમ્ન્ટ સર્વિસ) સપોર્ટ કરે છે કે નહીં એ જરૂરથી ચેક કરો. જો બેંક એને સપોર્ટ કરતું નથી તો રિક્વેસ્ટ મોકલીને શરૂ કરાવી દો. સાથે બેંકથી મળેલા MMID (મોબાઇલ મની આઇન્ડેન્ટિફાયર) અને વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપીને સેવ કરીને રાખી લો. એના દ્વારા જ ટિકીટ બુક થાય છે.

You might also like