પુસ્તકોની ઝેરોક્ષ પરનો પ્રતિબંધ હટાવાયો!

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે પુસ્તકોની ઝેરોક્ષ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેતાં હવે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફરીથી પુસ્તકોની ઝેરોક્ષ કોપી ખરીદી શકશે અને તેમને મોંઘાં પુસ્તકો ખરીદવાં નહિ પડે.  આ અંગે દિલ્હી હાઈકોર્ટે પુસ્તકોની ઝેરોક્ષ કોપી કરવા પર લગાવવામા આવેલા પ્રતિબંધને હટાવી દેતાં જણાવ્યું છે કે પુસ્તકોની ઝેરોક્ષ કોપી કરવાથી કોપીરાઈટનો ભંગ થતો નથી. કોપીરાઈટનો મતલબ કોઈ ચીજને પૂરેપૂરી રીતે પોતાના અધિકાર હેઠળ લાવવાનો નથી.

આ અંગે ત્રણ ઈન્ટરનેશનલ પબ્લિશર ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ અને ટેલર અેન્ડ ફ્રાન્સિસે અરજી દાખલ કરી ડીયુના ઉત્તર કેમ્પસમાં દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસ સમક્ષ રામેશ્વરી ઝેરોક્ષ સર્વિસ પાસેથી પુસ્તકોની ઝેરોક્ષ કોપી વેચવાના કેસને પડકાર્યો હતો. તેમનું કહેવું હતું કે તેમનાં પુસ્તકોની ઝેરોક્ષ કોપી વેચાવાના કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે.

You might also like