ઓનલાઇન બુક કરાવો LPG સિલિન્ડર અને મેળવો ભાવમાં છૂટ, જાણો કેવી રીતે

રસોઈ ગેસનો ઉપયોગ કરનારાઓ માટે આ કામની ખબર છે. હવે તમે ગેસનો બાટલો નોંધાવશો તો મેળવી શકશો 5 રૂપિયાની છૂટ. તમે બીજાઓની સરખામણીમાં ઓછી કિંમતે મેળવી શકો છો સિલિન્ડર. તેના માટે તમારે માત્ર ઓનલાઇન ગેસ બુકિંગ કરવાનનું છે.

પેટ્રોલિયમ કંપનીઓ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહ્ન આપવા માટે ઓનલાઇન ગેસ બુકિંગ પર 5 રૂપિયાની છૂટ આપી રહી છે. એટલે કે કેશલેશ થઈ જાઓ અને મેળવો છૂટ. સરકાર કેશલેશ પેમેન્ટને પ્રોત્સાહ્ન આપવા માટે પ્રાઇવેટ કંપનીઓ સાથે હાથ મિલાવી રહી છે.

પેટ્રોલ-ડીઝલ પછી હવે ઓઇલ કંપનીઓ ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહકોને 5 રૂપિયાની છૂટ આપી રહી છે. ઓઇલ કંપનીઓ રસોઈ ગેસ સિલિન્ડર ઓનલાઇન ખરીદનારા અને બુક કરાવનારા ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર 5 રૂપિયાની છૂટ આપી રહી છે. ઇન્ડેન, ભારતગેસ અને એચપી આમાં મોખરે છે.

You might also like