બોની કપૂર શ્રીદેવીને લઇને ફિલ્મ બનાવશે

મુંબઇ: બોલિવૂડના જાણીતા ફિલ્મકાર બોની કપૂર પોતાની પત્ની તેમજ અભિનેત્રી શ્રીદેવી માટે ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. શ્રીદેવીએ વર્ષ 2012માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. પરંતુ ત્યાર બાદ તેણે કોઇ પણ ફિલ્મમાં કામ કર્યું નથી. શ્રીદેવીના પતિ બોની કપૂર હવે તેમની માટે ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે.

આ ફિલ્મ મહિલા પ્રધાન ફિલ્મ હશે જેમાં શ્રીદેવી સશક્ત ભૂમિકા ભજવતી જોવા મળશે. એવું કહેવાઇ રહ્યું છે કે આ ફિલ્મનું નામ ‘મા’ રાખવાની વિચારણા ચાલી રહી છે. ફિલ્મની કહાની સાવકી માતા અને પુત્રીના સંબંધો પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ પાછલા બે વર્ષથી ચાલી રહ્યું છે.

You might also like