શ્રીદેવીનો નેશનલ અવોર્ડ લેવા જશે બોની કપૂર, જાહ્નવી અને ખુશી પણ રહેશે હાજર!

સોનમ કપૂરના લગ્નની તારીખ 8મી મેએ ફાઈનલ કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે, સમગ્ર કપૂર પરિવાર ફરી મુંબઈમાં ભેગું થશે. હવે લગ્નમાં માત્ર 5 દિવસ રહી ગયા છે. 3 મેના રોજ શ્રી દેવીને શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ઇતિહાસમાં શ્રેષ્ઠ અભિનેત્રી વર્ગમાં મરણોત્તર પુરસ્કાર મેળવનાર શ્રીદેવી પ્રથમ નાયિકા બનશે. મીડિયા અહેવાલો અનુસાર, 65મી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના પ્રસંગે, બોની કપૂર પોતાની 2 દિકરીઓ ખુશી અને જાહ્નવી કપૂર સાથે શ્રીદેવીનો એવોર્ડ મેળવવા માટે દિલ્હી જશે.

2017ની ફિલ્મ મોમમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શ્રીદેવીને આ સન્માન આપવામાં આવશે. કપૂર પરિવાર માટે આ ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ છે. પરિવારમાં 2 ખાસ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ શ્રીદેવીની કમી સમગ્ર પરિવાર અનુભવશે.

બોની કપૂર 2 મેના રોજ મુંબઈથી દિલ્હી તેમની દિકરીઓ સાથે પ્રયાણ કરશે. 3જી મેના રોજ નેશનલ એવોર્ડ સમારંભમાં હાજરી આપ્યા બાદ, તે તેની ભત્રીજી સોનમ કપૂરના લગ્ન સમારંભમાં 7મી મેના રોજ હાજર રહેશે.

You might also like