શ્રીદેવીનો નેશનલ અવોર્ડ લેવે પહોંચ્યું કપૂર પરિવાર, રિહર્સલમાં થયા ઈમોશનલ

અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે ગુરુવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર લેવા માટે, તેની પુત્રી જહ્નવી, ખુશી અને પતિ બોની કપૂર, દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આ એવોર્ડ સમારોહનું રિહર્સલ બુધવારના રોજ યોજાયું હતું, જેના કેટલાક ફોટોઝ જાહેર કરવામાં આવ્યા હતા.

પુરસ્કાર સમારંભના રિહર્સલમાં, બંને પુત્રીઓ જહ્નવી કપૂર અને ખુશી કપૂર તેમના પિતા બોની કપૂર સાથે પહોંચ્યા હતા. આમાંના ત્રણેવ ફોટોમાં લાગણીઓ દર્શાવે છે. આ ફોટો સોશ્યિલ મીડિયામાં વધુ વાયરલ બની રહ્યા છે.

અહેવાલો મુજબ, જાહ્નવી અને ખુશી ઈચ્છતા હતા કે અર્જુન અને અંશુલાને પણ અવોર્ડ લેવા તેનવી સાથે જાય. પરંતુ અર્જુન અને અંશુલાનું એવું માનવું હતું કે આ બંનેએ તેમના પિતા બોની કપૂર સાથે રહેવું જોઈએ.

આ દિવસોમાં જાહ્નવીને તેની પ્રથમ ફિલ્મ ‘ધડક’ ના શૂટિંગથી ફ્રી થઈ ગઈ છે. તે તેની કારકિર્દી ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘ધડક’ સાથે શરૂઆત કરવા જઈ રહી છે. ત્યાં, નાની બહેન કુસી કપૂર હજુ પણ અભ્યાસ કરી રહી છે. જાહ્નવીની ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થવાની છે.

You might also like