કોહલી એન્ડ કંપનીએ સંગીતનો આનંદ ઉઠાવ્યો

હેડ કોચ કુંબલે ટીમ ઇન્ડિયા માટે સિરીઝ પહેલાંની તૈયારીરૂપે સંગીતના તાલે ‘ટીમ બૉન્ડિંગ’નો નવો કૉન્સેપ્ટ લાવ્યો છે, જે અંતર્ગત જાણીતાં ઍક્ટર મ્યુઝિશિયન વસુંધરા દાસ પોતાના ‘ડ્રમજૅમ’ ગ્રૂપ સાથે આવ્યાં હતાં અને ખેલાડીઓને ‘ડ્રમ સર્કલ’ બનાવવાનું કહીને ડ્રમ વગાડવા કહ્યું હતું. ટીમ નિર્માણ માટે આ બહુ અસરકારક કૉન્સેપ્ટ મનાય છે. વસુંધરા દાસ સાથે કુંબલે, ધોનીએ તેમ જ વિરાટે વ્યક્તિગત રીતે અને પછી બધાએ સર્કલમાં ભેગા બેસીને ડ્રમ વગાડવાની સાથે ટીમ નિર્માણની પ્રવૃત્તિ કરી હતી.

You might also like