આઇપીએલની પહેલી મેચ મુંબઇમાં જ યોજાશે : હાઇકોર્ટનું હળવું વલણ

મુંબઇ : આઇપીએલ સમિતીને મુંબઇ હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી રહી છે. આઇપીએલની પહેલી મેચ 9 એપ્રીલનાં રોજ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં જ રમાશે. આ મુદ્દે આગામી સુનવણી 12 એપ્રીલનાં રોજ આયોજીત થશે. મુંબઇ હાઇકોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને એક વાર ફરીથી આકરા શબ્દોમાં ટીકા કરી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય ભયંકર દુષ્કાળ સામે જજુમી રહ્યું હોય અને બોર્ડ રાજ્યમાં આઇપીએલની મેચોનું આયોજન કરવાની અરજી અંગે દલીલ કરી રહ્યો છે.

અગાઉ કોર્ટે રાજ્ય સરકારને આગામી મંગળવાર સુધી પોતાનો જવાબ રજુ કરવા માટે જણાવ્યું છે કે સ્ટેડિયમમાં અપાતુ પાણી પીવા લાયક હોય છે કે નહી. કોર્ટે રાજ્ય સરકારની તે બાબતની પણ તપાસ કરવા માટે જણાવ્યું છે કે જો સરકાર માત્ર 22 હજાર લીટર પીવાને લાયક પાણીનો સપ્યાઇ કરી રહ્યો છે તો બીસીસીઆઇ બીજુ પાણી ક્યાંથી લાવશે. કોર્ટે કહ્યું કે કિસ્સો પ્રાથમિકતાનો છે. રમત કે લોકો તમે શું ઇચ્છો છો ? જ્યારે લોકો મરી રહ્યા હોય ત્યારે શું તમે સ્ટેડિયમની યોગ્યતા અંગે તપાસ કરશો ? શું તમે એ જ કહેવા માંગો છો. ? કોર્ટ દ્વારા આ ટીપ્પણી ત્યારે કરવામાં આવી જ્યારે બીસીસીઆઇ દ્વારા રાજ્ય બહાર મેચ લઇ જવાનાં મુદ્દે દલીલ કરી હતી.

કોર્ટે એમસીએનાં વકીલને કહ્યું કે રમતને પ્રાથમિકતા આપો અને લોકોને મરવા દો, લોકો મરી રહ્યા છે અને તમે પીચ મેઇનટેઇન કરવા માંગો છો ? આ અંગે એમસીએએ કહ્યું કે વકીલે કહ્યું છેકે મેચનાં માત્ર 4 દિવસ પહેલા જ અરજી કેમ દાખલ કરવામાં આવી. જ્યારે કાર્યક્રમ તો ઘણા લાંબા સમય પહેલા જાહેર થઇ ચુક્યો હતો. એક આંકડા અનુસાર આઇપીએલની મેચ દરમિયાન પિચને તૈયાર કરવા માટે 60 લાખ લીટર પાણી વપરાશે. દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રનાં મુંબઇ,પુણે અને નાગપુર જેવા શહેરોમાં આઇપીએલની 20 મેચ રમવામાં આવશે.

You might also like