ઘરે બેઠાં ખાવ હવે બોમ્બે હલવો

સામગ્રી:
1/2 કપ કોર્ન ફ્લોર
3 ચમચી ઘી
1 1/2 કપ ખાંડ
1/4 ચમચી ઇલાયચી પાવડર
1/4 કપ બદામ, કાજૂ
1 ચપટી નારંગી ફૂડ કલર

બનાવવાની રીત: સૌથી પહેલા એક બાઉલમાં કોર્ન ફ્લોર અને 1 1/2 પાણી નાંખીને એક સારી રીતે મિક્સ કરીને સાઇડમાં રાખી દો. હવે બીજા પેનમાં ઘી ગરમ કરીને એમા બદામ અને કાજુ નાંખીને એને હલ્કું શેકીને અલગ નિકાળી દો. ત્યારબાદ એક બીજી પેનમાં ખાંડ અને 1 કપ પાણી નાંખીને ગરમ કરો. જ્યારે ખાંડ પૂરી રીતે ઓગળવા લાગે ત્યારે એમાં કોર્ન ફ્લોર નાંખીને ધીમા તાપે પકાવો. મિશ્રણ જાડું થાય ત્યારે એમાં ફૂડ કલર, ઇલાયચી પાઉડર અને ઘી નાંખો. આ બધાને બરોબર મિક્સ કરી દો. એમાં કાજૂ અને બદામ મિક્સ કરીને ગેસને બંધ કરી દો. એક પ્લેટમાં ઘી લગાવીને એને ચીકણું કરી દો. હવે એમાં તૈયાર કરેલું મિશ્રણ નાંખીને એક સરખું ફેલાવી દો. 1 કલાક બાદ પોતાના મનપસંદ આકારમાં કાપી લો. તમારો બોમ્બે હલ્વો તૈયાર છે.

http://sambhaavnews.com/

You might also like