આતંકવાદીઓ સાથે બંધકોને પણ ઉડાવી દેવાનો ફિલીપીન્સના રાષ્ટ્રપતિનો આદેશ

મનીલા : ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તેએ દેશના સૈનિકોને વિચિત્ર આદેશ આપ્યો છે. દુતર્તેએ કહ્યું કે જો આતંકવાદીઓએ લોકોને બંધક બનાવ્યા હોય અને તેઓ બંધકોને લઇને ભાગતા હોય તો તમામને બોમ્બવડે ઉડાવી દો.સાથે જ તેમણે એવા પણ સંકેતો આપ્યા છે કે તેઓ દેશમાં માર્શલ લો લાગુ કરી શકે છે. દુતર્તોએ કહ્યું કે જો દેશમાં ડ્રગની સમસ્યા ઘણી વધી રહી હોય તો તેઓ તેવું કરી શકે છે.

દુતર્તેએ કહ્યું કે, મે સૈનિકોને આદેશ આપ્યો છેકે તે આતંકવાદીઓને બોમ્બથી ઉડાવી દેવામાં આવે જો પોતાના બંધકો સાથે ભાગી રહ્યા હોય. એવું કરવાનો ઉદ્દેશ્ય સમુદ્રમાં હાલમાં જ વધેલા કિડનેપિંગની ઘટનાઓ પર લગામ લગાવવાનો છે. દુતર્તેએ કહ્યું કે આ પ્રકારનાં હૂમલામાં સામાન્ય નાગરિકોનાં મોતની ઘણી મોટી ક્ષતી પણ થઇ શકે છે.

દુતર્તેએ કહ્યું કે એવુ કરવાથી સરકારને ખંડણીની માંગ કરી રહેલા આતંકવાદીઓ સામે લડવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે તમે તમારી ભુલનો ફાયદો ઉઠાવી શખો છો. હું તમને નિશ્ચિત રીતે બોમ્બથી ઉડાવડાવી દઇશ. જ્યારે દુતર્તેને પુછવામાં આવ્યું કે બંધકોને ઉડાવવા માટે ક્યાં સુધી યોગ્ય છે તો તેમણે કહ્યું કે તમે પોતાનીજાતને કિડનેપ જ ન થવા દેશો.

You might also like