અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ટીવી-રેડિયો સ્ટેશન પર આત્મઘાતી હુમલો

જલાલાબાદ: અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આતંકવાદીઓએ નેશેનલ ટેલીવિઝન અને રેડિયો સ્ટેશવ પર હુમલો કરી દીધો છે. આ હુમલામાં બે આતંકવાદીઓ મોતને ભેટ્યા છે કારણ કે એમણે પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી લીધા જ્યારે પત્રકારો સહિત બીજા અન્ય લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી છે.

હુમલાખોરોની સંખ્યા 3 જાણવા મળી રહી છે. હાથમાં AK-47 લીધેલા આ આતંકી રેડિયો ટેલીવિઝન અફઘાનિસ્તાન એટલે કે આરટીએના ઓફિસમાં ઘૂસીન અને સુરક્ષાકર્મીઓ સાથે અથડામણ થઇ. આ એક આત્મઘાતી હુમલો હતો જેમાં ત્રણમાંથી બે આંતકવાદીઓએ પોતાને વિસ્ફોટથી ઉડાવી લીધા છે.

જે જગ્યાએ આ હુમલો થયો એ જલાલાબાદનો કેન્દ્રીય ભાગ છે. આરટીએની ઓફિસની પાસે જ પ્રાંતીય ગવર્નરની ઓફિસ અને ભીડભાડ વાળો ચોક છે. હુમલાના જવાબદારી હજુ સુધી કોઇએ લીધી નથી. જલાલાબાદ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતની રાજધાની છે અને પાકિસ્તાનને અડીને પશ્વિમ સરહદ પર છે.

http://sambhaavnews.com/

You might also like