પાકિસ્તાનના પરચિનારમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 30 ઘાયલ

પરચિનાર: પાકિસ્તાનના પરચિનારમાં એક જોરદાર બોમ્બ બ્લાસ્ટમાં 5 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. બોમ્બલ બ્લાસ્ટ થયા બાદ ઇજા પામેલા દરેક લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયા અનુસાર ઓ બોમ્બ બ્લાસ્ટ પરચિનારના ખુર્રમ એજેન્સીમાં થયો હતો. જે અફઘાનિસ્તાનની સીમા પર આવેલી છે અને આતંકી ગતિવિધિયોની બાબતે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે.

બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા 21 જાન્યુઆરીએ થયેલા આ પ્રકારના બોમ્બ બ્લાસ્ટમાં 25 લોકોના મોત થયા હતા અને 65 લોકો ઘાયલ થઇ ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like