જોધપુર ઇસરોમાં બોમ્બ વિસ્ફોટ : એન્ટીબોંબ સ્કવોર્ડ સહીત તંત્ર ઘટના સ્થળે

જોધપુર : કુડી ભગતાસની ખાતેના ઇસરો સેન્ડરમાં મંગળવારે સવારે ભયંકર વિસ્ફોટથ થયો હતો. ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યાં તેઓને ઇસરોમાં વિસ્ફોટ થયો હોવાના સમાચાર મળ્યા હતા. ઇસરોથી પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી. થોડા જ સમયમાં એન્ટિ બોમ્બ સ્કવોર્ડ, પોલીસ, તંત્ર અધિકારીઓ અને ફાયરટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

જો કે ત્યાર બાદ લોકોને જાણવા મળ્યું હતું કે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્નરે ઇસરોમાં પોલીસ સહિત કેટલાક વિભાગો દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે લગભગ 11.05 વાગ્યે ઇસરોમાં વિસ્ફોટની માહિતી પોલીસ રૂમને મળી હતી. જ્યાથી વાયરલેસ દ્વારા તંત્ર તથા અધિકારી તથા ફાયર સહીત તમામને જાણ કરવામાં આવી હતી. જો કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેઓને જાણવા મળ્યું હતું કે આ એક મોકડ્રીલ હતી.

જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્નરે સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કર્યું હતું. કર્મચારીઓના રિસ્પોન્સથી માંડીને તેમની પ્રતિક્રિયા અને કામગીરી વગેરે બાબતોને ચકાસવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

You might also like