જાપાનના ઉત્નોમિયા શહેરમાં વિસ્ફોટ, 1નું મોત, બે ઘાયલ

જાપાનના ઉત્નોમિયા શહેરમાં પાર્કની નજીક થયેલ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે, તેમજ બે વ્યક્તિ ઘાયલ થયા છે.

આ જાણકારી તત્કાલીક સેવાએ આપી છે. વિસ્ફોટ થવાને કારણે પોલીસે એ વિસ્તારને ઘેરી લીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થાનીક સમય અનુસાર સવારે 11.30 વાગ્યે પાર્કની પાસે એક પછી એક બે વિસ્ફોટ થયા. જો કે હજુ સુધી કારણ ખબર પડી નથી કે વિસ્ફોટ કયા કારણસર કરવામાં આવ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે પાર્કની નજીક તહેવારથી જોડાયેલો કોઇ ઉત્સવ ચાલી રહ્યો હતો. પાર્કમાં ઊભેલા એક વ્યક્તિએ જણાવ્યું કે મોટો અવાજ અને ગોળી પાવડરની સુગંધ આવી.

ઉત્નોમિયા સ્ટેશનની પાસેના એક વીડિયોમાં એક બાદ એક એમ ત્રણ વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો.

You might also like