અમેરિકાના મેનહટ્ટનમાં કચરાના ઢગલામાં બોમ્બ બ્લાસ્ટ, 29થી વધારે ઘાયલ

મેનહટ્ટન: અમેરિકાના મેનહટ્ટનની વેસ્ટ 23 સ્ટ્રીટ 6 એવન્યૂની પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે. અત્યાર સુધી આ બ્લાસ્ટમાં 29થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘટનામાં ઘાયસ ત્રણ લોકોની હાલાત ગંભીર છે. ઘટનાસ્થળ પર રેસ્ક્યૂનું કામ ચાલુ છે.

પોલીસે તે વિસ્તારને ઘેરીને શોધખઓળ ચાલુ કરી દીધી છે. શરૂઆતની જાણકારી અનુસાર બ્લાસ્ટ ઇમ્પ્રોવાઇઝ્ડ ડિવાઇઝ માધ્યમથી કરવામાં આવ્યો છે. જેને એક કચરાના ડબ્બામાં છુપાડીને રાખવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ એસોસિએટેડ બ્લાઇન્ડ હાઉજિંગ ફેસેલિટીની બહાર થયો હતો.


બ્લાસ્ટ પછી સ્થળ પર પહોંચેલી પોલીસે રેસ્ક્યૂ શરૂ કરી દીધું હતું. પોલીસે બિલ્ડિંગની આસપાસના બે બિલ્ડિંગને પણ તરત ખાલી કરાવી દીધી હતા. પોલીસને મળતી જાણકારી અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ અમેરિકાના સમય પ્રમાણે રાત્રએ 8.30 વાગ્યે થયો હતો.

જો કે આ અંગે ન્યૂયોર્કના મેયરે કહ્યું કે આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી છે તેવા કોઇ સબૂત મળ્યા નથી.

You might also like