ફિલ્મ ‘પેડમેન’ પહેલા અક્ષય કુમાર બન્યો ‘પ્રેગનેન્ટ મેન’

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેમની દરેક મૂવીનું પ્રમોશન માટે નવા પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે થોડા સમય અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ ટોઇલેટમાં શૌચાલયની  સમસ્યાને લઇને ફિલ્મ બનાવામાં આવી છે,તો હવે તેવો તેમની આગામી ફિલ્મ ‘પેડમેન’ને તૈયારીઓમાં વ્યસ્ત છે.

આ ફિલ્મ અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્ના દ્વારા બનાવવામાં આવી રહી છે. સોનમ કપૂર તેમની સાથે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતીના આધારે પહેલાં ‘પેડમેન’ રિલીઝ થાય તે પહેલા અક્ષય ‘Pregnant Men’ના રોલમાં ઓનસ્ક્રીન પર જોવા મળશે.

જી હા,માહિતી અનુસાર અક્ષયના નવા કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ના પ્રોમોમાં અક્ષય બેબી બમ્પ સાથે જોવા મળી રહ્યા છે. ટીવી પર પ્રોમોમાં અક્ષય એક ગર્ભવતી માણસના અભિનયમાં જોવા મળી રહ્યા છે. ત્યારે અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ પર આ પ્રોમોને શેર પણ કર્યો છે.

સ્ટાર પ્લસનો નવો શો આવી રહ્યો છે, ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’. તેની જાહેરાતના પ્રોમોમાં અક્ષય કુમારને પ્રૅગનન્ટ બતાવવામાં આવ્યો હતો અને જે 6 બાળકોને જન્મ આપે છે. અક્ષય 9 વર્ષ બાદ સ્ટાર પ્લસ પર પરત ફરી રહ્યો છે. તે આ શોની પાંચમી સિઝનનો જજ બનવાનો છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રોમો શેર કરીને અક્ષયે લખ્યું હતું કે,  દુનિયા વિચારી રહી છે આ અજૂબા કેવી રીતે થયો.

You might also like