આ છે આ છે ટોપ અર્નિંગ સ્ટાર… જાણો કોણ છે ટોપ પર

શાહરુખ ખાનઃ શાહરુખ ખાન આ વર્ષે બોલિવૂડના હાઇએસ્ટ પેઇડ એક્ટરના લિસ્ટમાં નંબર વન પોઝિશન પર છે. તેણે આ વર્ષે ૨૪૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એ વાત અલગ છે કે ઘણા સમયથી શાહરુખની કોઇ મોટી ફિલ્મ હિટ રહી નથી. ‘રઇસ’ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી હતી તો બીજી તરફ ‘જબ હેરી મેટ સેજલ’ ન ચાલી. આશા છે કે આ વર્ષે કિંગ ખાનને અનુરૂપ એકાદ ફિલ્મ હિટ જરૂર થાય.

રણબીર કપૂરઃ ઘણા સમયથી રણબીરની એક પણ ફિલ્મ સારી ચાલી શકી નથી. જે પણ ફિલ્મો આવે છે તે ફ્લોપ થઇ જાય છે. તેણે આ વર્ષે ૫૪ કરોડની કમાણી કરી છે. તે આ લિસ્ટમાં ૧૦મા નંબરે છે.

અમિતાભ બચ્ચનઃ અમિતાભ બચ્ચન જેવા મહાનાયક આ લિસ્ટમાં નવમા નંબરે છે. તેમની વર્ષમાં કેટલીક હિટ ફિલ્મો આવતી રહે છે. આ વર્ષે તેમણે ૫૭ કરોડની કમાણી કરી છે.

પ્રિયંકા ચોપરાઃ પ્રિયંકા ચોપરાએ માત્ર બોલિવૂડમાં જ નહીં, હોલિવૂડમાં પણ ખૂબ નામ કમાયું. પ્રિયંકા બોલિવૂડમાં હાલ બહુ ઓછી ફિલ્મ કરી રહી છે, કેમ કે તે પોતાનું વધુ ધ્યાન હોલિવૂડની ફિલ્મો અને શો પર લગાવી રહી છે, તેના કારણે પ્રિયંકાએ ૬૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

રણવીરસિંહઃ રણવીરસિંહની આ વર્ષે એક પણ ફિલ્મ હિટ રહી નથી. બ્રાન્ડ પ્રમોશનના કારણે રણવીરે ઘણા પૈસા કમાયા. કુલ મિલાવીને તેણે ૬૪ કરોડની કમાણી કરી. તેની ટેલેન્ટ ‌િસ્કલને જોઇ લાગે છે કે આવતા વર્ષે તે સૌથી ઉપર હશે.

દીપિકા પદુકોણઃ દીપિકા આ વર્ષે ૭૦ કરોડ રૂપિયાની કમાણી કરીને છઠ્ઠા નંબરે છે. દીપિકાએ આ વર્ષે ઘણી બ્રાન્ડની એડ્ કરી છે. તેને તેની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ માટે ૧૨ કરોડ રૂપિયા મળ્યા છે.

ઋત્વિક રોશનઃ ઋત્વિકે આ વર્ષે ૭૩.૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની ફિલ્મ ‘કાબિલ’ ખૂબ જ હિટ રહી. આ કારણે ઋત્વિક આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે.

આમિર ખાનઃ ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘દંગલ’એ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી દીધા. આમિરે આ વર્ષે ૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘દંગલ’ ફિલ્મમાં આમિરની એક્ટિંગ પણ ધારદાર હતી.

અક્ષયકુમારઃ આજકાલ અક્ષયકુમારની ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ જ જાય છે. અક્ષયની આ વર્ષે જેટલી ફિલ્મો આવી તે બધી હિટ રહી. આ કારણે તેણે આ વર્ષે ૨૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી.

સલમાન ખાનઃ સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ ફ્લોપ રહી. ત્યાર બાદ તેણે એન્ડોર્સમેન્ટ કરીને અને બિગબોસ જેવા શો કરીને ઘણા પૈસા કમાયા. બધું ભેગું થઇને સલમાને ૨૩૬ કરોડની કમાણી કરી.

You might also like