સલમાનની ટ્યુબલાઇટનું ટ્રેલર રિલીઝ, ઇદ પર આવશે ફિલ્મ

મુંબઇઃ સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ લાંબા સમયથી ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મની ફેન્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે તેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સલમાને આ અંગે ટવિટર પર માહિતી આપી છે. આ ફિલ્મને કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યાં છે. આ પહેલાં પણ કબીર અને સલમાન બજરંગી ભાઇજાન, સુલ્તાન જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. ટ્યુબલાઇટ ઇદ પર રજૂ થશે. આ ફિલ્મની વાર્તા 1962ના ભારત-ચીન યુદ્ધ પર છે. આ હોલિવુડ ફિલ્મ  લિટિલ બોયની ઓફીશિયલ રીમેક છે. જોકે ડાયરેક્ટર કબિર ખાને તેમાં થોડા ફેરફાર કર્યા છે. આ ફિલ્મમાં સલમાન ઉપરાંત ચાઇનિઝ એક્ટ્રેસ જૂ જૂ અને સોહેલ ખાન પણ છે.

You might also like