જાણો શું છે પ્રિયંકાના સ્વાસ્થ્યનું રહસ્ય

મુંબઇ: એકબાજુ આપણે સાંભળતા આવ્યા છીએ કે ફિલ્મ સ્ટાર્સ શેપમાં રહેવા માટે ખાસ પ્રકારના ડાયટનો સહારો લે છે તો બીજી તરફ કેટલીક હસ્તીઓ એવી પણ છે કે જે ખુલીને બોલે છે કે આટલી ભાગદોડ વચ્ચે તેમની પાસે કસરત કરવાનો ટાઇમ હોતો નથી, તે જે મળે તે ખાય છે અને ઉતાવળમાં બીમાર પણ પડે છે. આ ફિલ્મ સ્ટારે એ પણ કહ્યું કે અત્યારે તે ઇમ્યૂનિટી વધારવા માટે એક ન્યૂટ્રિશનલ પિલ લઇ રહી છે.

અહીં વાત થઇ રહી છે પ્રિયંકા ચોપડાની, જેમણે તાજેતરમાં જ દિલ્હીમાં એક કેમ્પેનની શરૂઆત કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા યૂનીસેફ ઉપક્રમે સંયુક્ત રૂપે શરૂ કરવામાં આવેલા કેમ્પેનનું નામ છે વીકલી આયરન ફોલિક એસિડ સપ્લીમેંટેશન પ્રોગ્રામ(WIFS). તેનો હેતું ભારતીય મહિલાઓમાં એનીમિયાનાના દરને ઓછો કરવાનો છે.

આ આયોજન દરમિયાન IFA ટેબલેટ પણ લોન્ચ કરવામાં આવી જેમાં 100 મિગ્રા એલિમેન્ટલ આયરન અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ ઉપલબ્ધ છે. એનીમિયા સાથે લડવા માટે આ ગોળીને 52 અઠવાડિયા સુધી લેવી પડશે. આ ગોળી સ્વચ્છ પાણી તથા ખાવા-પીવાનું ન મળવાના કારણે થનાર પેટના કીડાઓને ઓછા કરશે.

આ ગોળી વિશે બોલીવુડની આ અભિનેત્રીએ જણાવ્યું કે તેને લઇને તે પોતે પોતાને એક્ટિવ અનુભવે છે અને તેમની રોગ પ્રતિકારણ ક્ષમતામાં પણ સુધારો થયો છે. પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે ‘પહેલાં હું ખૂબ બિમાર થતી હતી પરંતુ આ આયરન ટેબલેટને લીધા પછી ખૂબ સારું અનુભવું છું.

પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે તેમના માતા-પિતા બંને ડોક્ટર છે. એવામાં તેમના પરિવારમાં સ્વાસ્થ્યને હંમેશા ગંભીરતા પૂર્વક લેવામાં આવે છે. તેમની માતા અવાર-નવાર તેમની આંખો ચેક કરે છે અને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બધું ઠીક છે કે નહી. દર દસ દિવસે તેમનું ચેક-અપ કરાવવામાં આવતું હતું. જેથી તે સ્વસ્થ રહે અને તે સમયથી સ્વાસ્થ્ય તેમના માટે મહત્વપોર્ણ રહ્યું છે.

પ્રિયંકા ચોપડાને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાની ખાણી-પીણીમાં આયરનને કેવી રીતે સામેલ કરે છે, તો પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતું કે કામના ચક્કરમાં તે હંમેશા પૌષ્ટિક ખોરાક ખાય શકતી નથી. પરંતુ તે હંમેશા ખોરાકનું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. તેમણે જણાવ્યું હતું કે આ સપ્લીમેંટની મદદથી તેમણે પોતાના સ્વાસ્થ્યમાં ખરેખર ફરક અનુભવ્યો છે. તેમનું માનવું છે કે આ દેશમાં જ્યારે ઘણા લોકો એનીમિયાથી પીડાય છે તો આ સપ્લીમેંટ ખૂબ ફાયદાકારક અને કારગર સાબિત થઇ શકે છે.

You might also like