બોલિવૂડ સ્ટાર્સ અને તેમનું ઝનૂન

મોટા ભાગના લોકોમાં ઓસીડી એટલે ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. અા એક એવી સમસ્યા છે, જેમાં વ્યક્તિને કોઈ એક વસ્તુ પ્રત્યે ખૂબ ઝનૂન હોય છે. જો તેને તે વસ્તુ ન મળે તો તે ગુસ્સો કરે છે અને બેચેન બની જાય છે. બોલિવૂડના સ્ટાર પણ સામાન્ય લોકો કરતાં અલગ નથી. તેમને પણ કેટલીક વસ્તુઓ એવી રીતે જોઈએ છે, જેવી રીતે તેઓ ઈચ્છે છે. અા લોકોને ઓસીડીથી પીડિત કહી શકાય. બોલિવૂડમાં અાવા કયા સ્ટાર છે તે પર એક નજર.

અાયુષ્માન ખુરાના: અાયુષ્માન એ વાત સ્વીકારી ચૂક્યો છે કે તેને સતત હાથ ધોવાની અાદત છે. તે હંમેશાં ઈચ્છે છે કે તેના હાથ અને નખ સંપૂર્ણ રીતે સ્વચ્છ રહે. તે અાખાે દિવસ હાથ ધોવાની પ્રવૃત્તિ કરતો રહે છે. જ્યારે અાપણે કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવીએ છીએ ત્યારે તેના શરીરમાં રહેલા જીવાણુઓ અાપણા સુધી પહોંચે છે. અાયુષ્માન ઈચ્છે છે કે કોઈ પણ જીવાણુ તેના સુધી પહોંચે, તેથી તે સતત હાથ ધોતો રહે છે.

કરીના કપૂર ખાન: કરીનાના મનમાં શેપમાં રહેવાનું ઝનૂન છે. અભિનેત્રી બનવા માટે તેણે ખૂબ વજન ઘટાડ્યું હતું. તે પોતાના શરીર પર એક પાઉન્ડ પણ વધુ વજન સહન કરી શકતી નથી. અા માટે તે સતત કસરત અને યોગ કરતી રહે છે.

દિપીકા પદુકોણ: બોલિવૂડની અત્યંત લોકપ્રિય અને સુંદર અભિનેત્રી દી‌િપકા પદુકોણ ચીજવસ્તુઓને વ્યવસ્થિત રીતે રાખવાને લઈને ખૂબ સજાગ હોય છે. જો કોઈ પણ વસ્તુ અવ્યવસ્થિત રીતે ગોઠવાઈ હોય તો તે ગુસ્સે થઈ જાય છે. તે ક્યારેક પોતાના મિત્રોના ઘરે જાય અને ગંદકી તથા અવ્યવસ્થા જુએ તો તે જાતે જ સાફસફાઈ કરવાનું શરૂ કરી દે છે.

વિદ્યા બાલન: ઘર હોય કે વેનિટી વાન, વિદ્યા બાલનને દરેક વસ્તુ વ્યવસ્થિત જોઈએ છે. જ્યારે વાત સાફસફાઈની અાવે ત્યારે અા અંગે તે ખૂબ જ સખત હોય છે. તે કોઈ પણ પ્રકારની ધૂળ પાસે ઊભી રહી શકતી નથી. જો એવું હોય તો તે જલદી જલદી સફાઈ કરવા લાગે છે. તે ઘણા સમયથી ઓસીડીથી પીડિત છે. અા જ કારણ છે કે તેનું ઘર હંમેશાં સ્વચ્છ દેખાય છે. તે પોતાની ચીજવસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવાનું પસંદ કરે છે. તેના ઘરમાં ન્યૂઝપેપરથી લઈને દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ પડેલી હોય છે.

અલી ફઝલ: અલીનું ઝનૂન કોફી માટેનું છે. તે ગરમ-ગરમ કોફી પીવાનું પસંદ કરે છે. તે કોફીમાં ખૂબ જ ખાંડ નાખીને પીએ છે. તે ગરમ કોફીને લઈને સજાગ અને ચિંતિત રહે છે. જો તેની કોફી ઠંડી થઈ જાય તો તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. અા અેક અલગ પ્રકારનું ઝનૂન છે.

You might also like