બોલિવૂડમાં ન ચાલી, સાઉથમાં સુપરસ્ટાર બની

તમન્ના ભાટિયાએ વર્ષ 2005માં ફિલ્મ ચાંદ સા રોશન ચહેરાથી બોલિવૂડમાં ડેબ્યૂ તો કર્યું, પરંતુ આ ફિલ્મ ન ચાલતાં તે સાઉથની ફિલ્મો તરફ વળી. ત્યાંની ઇન્ડસ્ટ્રીમાં તમન્ના સ્ટાર બની ગઇ. 2013માં તે ફરી એક વાર અજય દેવગણ સાથે હિંમતવાલા ફિલ્મમાં જોવા મળી. આ ફિલ્મના માધ્યમથી તે બોલિવૂડમાં ફરી આવી, પરંતુ નિષ્ફળ રહી. 2015માં આવેલી બાહુબ‌લિ તેની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રહી. હાલમાં તે બાહુબ‌લિના બીજા પાર્ટ અને અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. બાહુબ‌લિની સફળતા અંગે વાત કરતાં તે કહે છે કે અમે વિચાર્યું પણ ન હતું કે આ ફિલ્મ આટલી હદે સફળ રહેશે. બાહુબલિ મારી અત્યાર સુધીની સૌથી બેસ્ટ ફિલ્મ છે. એક અભિનેત્રી તરીકે મને જોવાની લોકોની નજર બદલાઇ છે. મને અત્યાર સુધી લોકોએ રોમેન્ટિક રોલમાં જ જોઇ છે. આ ફિલ્મમાં મારો રોલ કંઇક હટકે હતો. આ પહેલાં મેં કોઇ પિરિયડ ફિલ્મ પણ કરી નથી.

તમન્ના હવે એક સફળ અભિનેત્રી બની ચૂકી છે. તે કહે છે, હવે હું સમજી-વિચારીને ફિલ્મો સાઇન કરું છું. હું માત્ર હિન્દી નહીં, સાઉથની ફિલ્મો પણ જોઇ-વિચારીને સાઇન કરું છું. હું એવા રોલ કરવા ઇચ્છું છું, જેમાં કરવા માટે ઘણું બધું હોય, જેમાં કોઇ નવી ચેલેન્જ હોય. હું નવા એક્ટર્સ અને ડિરેક્ટર્સ સાથે પણ કામ કરવા આતુર છું. •

You might also like