બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરનું ડોનાલ્ડ ટ્રમ્પ કનેક્શન!

યુએસના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનાં કનેક્શન હવે ચર્ચામાં છે. ટ્રમ્પ અને બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરનું કનેક્શન છે. ટ્રમ્પની કંપનીએ ભારતના બનાવેલા ટ્રમ્પ ટાવરમાં રણબીર કપૂર જ નહીં પરંતુ તેના પિતા રિશી કપૂરે પણ લકઝુરિયસ ફ્લેટ ખરીદ્યા છે.

ટ્રમ્પ રિઅલ એસ્ટેટ જાયન્ટ ગણાય છે. તેમણે ભારતમાં પણ મોટું મૂડીરોકાણ કર્યું છે. મુંબઇ, પૂણે, નોઇડા જેવી જગ્યાઓ પર તેમની કંપની લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બનાવી રહી છે. ટ્રમ્પ વર્ષ ૨૦૧૪માં ભારત આવ્યા હતા અને તેમણે અહીં મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જાહેરાત કરી હતી. મુંબઇમાં તો ટ્રમ્પ ટાવર ઊભાં પણ થઇ ગયાં છે.

બીજાં શહેરોમાં પણ કામ ચાલી રહ્યું છે. ટ્રમ્પની કંપનીએ મુંબઇમાં લોઢા ગ્રૂપ અને પૂણેમાં પંચશીલ ગ્રૂપ સાથે જોડાણ કર્યું છે. બંને કંપનીઓેએ તેમના વતી કામ શરૂ કરી દીધું છે. રણબીર કપૂર અને રિશી કપૂરે પૂણેમાં તેમના ફ્લેટ બુક કરાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક અખબાર સાથે વાત કરતા અગાઉ જણાવ્યું હતું કે ભારતમાં રિઅલ એસ્ટેટના ભાવ એવા છે કે તેમાં મૂડીરોકાણ કરવું ફાયદાકારક છે અને તેઓ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે.

You might also like