આ બોલિવૂડ ફિલ્મોની હોલિવૂડે કોપી કરી!

મોટા ભાગે બોલિવૂડમાં હોલિવૂડની ફિલ્મોની કોપી થતી હોય છે, પરંતુ બોલિવૂડની કેટલીક ફિલ્મો એવી પણ છે, જેની કોપી હોલિવૂડમાં થઇ છે. રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’થી લઇ કરીના કપૂર-શાહિદ કપૂરની ફિલ્મ ‘જબ વી મેટ’ સહિત અન્ય ફિલ્મોની કોપી કરીને હોલિવૂડમાં ફિલ્મો બનાવાઇ છે.

૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘ડર’માં શાહરુખખાન, જૂહી ચાવલા અને સની દેઓલે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હોલિવૂડમાં આ ફિલ્મની કોપી કરાઇ અને ૧૯૯૬માં ‘ફિયર’ નામની ફિલ્મ બની. આ ફિલ્મમાં માર્ક વોલબર્ગ, રીઝ વિધરસ્પૂન, વિલિયમ પીટરસન અને એલિસા મિલાનો લીડ રોલમાં હતાં.

ર૦૧રમાં આવેલી બોલિવૂડ ફિલ્મ ‌‘‌વિકી ડોનર’ની કોપી છે ર૦૧૩માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ડિ‌િલવરીમેન’. ‘વિકી ડોનર’માં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ લીડ રોલમાં હતાં. ‘ડિલિવરીમેન’માં વિન્સ વોગન, ક્રિસ પ્રેટ અને કોબી સ્મલ્ડર્સ લીડ રોલમાં હતાં.

ર૦૦૭માં આવેલી કરીના કપૂર અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘જબ વી મેટ’ની પણ હોલિવૂડે કોપી કરી. હોલિવૂડમાં ર૦૧૦માં આવેલી ફિલ્મ ‘લીપ યર’ ‘જબ વી મેટ’ની કોપી છે. ફિલ્મમાં મેથ્યુ ગુડે અને એમી એડમ્સ લીડ રોલમાં છે.

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘સંગમ’ ૧૯૬૪માં આવી હતી. આ ફિલ્મમાં રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર અને વૈજયંતી માલા લીડ રોલમાં હતાં. આ ફિલ્મની કોપી કરીને ‘પર્લ હાર્બર’ બનાવાઇ હતી. આ ફિલ્મ ર૦૧૦માં આવી હતી. આ ફિલ્મમાં બેન એફલેક, કેટ બેકિંસ્લે અને જોશ હાર્ટનેટ લીડ રોડમાં હતાં.

૧૯૯પમાં આવેલી ફિલ્મ ‘રંગીલા’ની પણ હોલિવૂડમાં કોપી કરાઇ છે. ર૦૦૪માં આવેલી હોલિવૂડ મૂવી ‘વિન એ ડેટ વિથ ટાડ હેમિલ્ટન’ આ ફિલ્મની કોપી છે. ફિલ્મ ‘રંગીલા’માં આમિરખાન અને ઊર્મિલા માંતોડકર લીડ રોલમાં હતાં. ફિલ્મ ‘વિન અ ડેટ વિથ ટાડ હેમિલ્ટન’માં કેટ બોસવરથ, ટોફેર ગ્રેસ અને જોશ દુહામેલ લીડ રોલમાં હતાં.

ર૦૦૮માં આવેલી ફિલ્મ ‘વેડનેસડે’માં અનુપમ ખેર, ન‌િસરુદ્દીન શાહ, જિમી શેર‌િગલ અને દીપલ શો લીડ રોલમાં હતાં. આ ફિલ્મની કોપી પણ હોલિવૂડે કરી. ર૦૧૩માં આવેલી ફિલ્મ ‘અ કોમનમેન’ ‘વેડનેસડે’ની કોપી હતી. આ ફિલ્મમાં બેન કિંગ્સલે અને બેન ક્રોસ લીડ રોલમાં હતાં.

ર૦૦પમાં આવેલી સલમાનખાન, સુસ્મિતા સેન અને કેટરીના કૈફ સ્ટારર ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ની કોપી છે હોલિવૂડની ફિલ્મ ‘જસ્ટ ગો વિથ ઇટ’. આ ફિલ્મ ર૦૧૧માં આવી, તેમાં જેનિફર એનિસ્ટન, નિકોલ કિડમેન, નિક સ્વાર્ડસન અને બ્રુકલીન ડેકર લીડ રોલમાં છે.

૧૯પ૮માં આવેલી ફિલ્મ ‘મધુમતી’માં દિલીપકુમાર, વૈજયંતી માલા અને પ્રાણ લીડ રોલમાં હતાં. ‘ધ ‌િરઇંકાર્નેશન ઓફ પીટર પ્રાઉડ’ નામથી બનેલી હોલિવૂડ ફિલ્મ હિન્દી ‘મધુમતી’ની કોપી હતી. ફિલ્મમાં માર્ગોટ કિડર, જે‌િનફર ઓ’નિલ અને માઇકલ સર‌િજન લીડ રોલમાં હતાં. •
http://sambhaavnews.com/

You might also like