બોલિવૂડમાં ઘણું બધું શીખવું છેઃ રાધિકા આપ્ટે

મુંબઇઃ હિંદી ફિલ્મ ‘વાહ લાઇફ હો તો ઐસી’થી બોલિવૂડમાં કારકિર્દી શરૂ કરનાર રાધિકા આપ્ટે હવે દર્શકો માટે અજાણ્યું નામ રહ્યું નથી. ગયું વર્ષ તેના માટે ખૂબ જ સારું રહ્યું. તેણે ગયા વર્ષે ઘણી બધી હિટ ફિલ્મો આપી. વળી, શોર્ટ ફિલ્મ ‘અહલ્યા’માં પણ તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. ‘માંઝીઃ ધ માઉન્ટેનમેન’, ‘બદલાપુર’ અને ‘હંટર’ જેવી ફિલ્મ કરીને તેણે પોતાની પ્રતિભા સાબિત કરી દીધી. રાધિકાનું કહેવું છે કે તે બોલિવૂડની શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે કામ કરવા ઇચ્છે છે.
તે કહે છે કે મારે ટેલેન્ટેડ કલાકારો સાથે કામ કરીને ઘણું બધું શીખવું છે. મારા હિસાબે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક બિઝનેસ ઇન્ડસ્ટ્રી છે. અહીં લોકો સ્ટારડમ ઇચ્છે છે, પરંતુ હું અહીં મહેનત કરીને કંઇક શીખવા આવી છું. વચ્ચે
જે મળે તે બધું હું નફામાં ગણું છું. ‘હંટર’ જેવી ફિલ્મ કરવા અંગે વારંવાર પુછાતા પ્રશ્નનો જવાબ આપતાં રાધિકાએ કહ્યું કે ‘હંટર’ ફિલ્મમાં ક્યાંય પણ સેક્સ પીરસવામાં આવ્યું ન હતું. આ ફિલ્મમાં મારો રોલ કોઇ પણ એંગલથી બોલ્ડ ન હતો. બોલ્ડનો અર્થ સેક્સ્યુઅલી બોલ્ડ હોતો નથી, પરંતુ એક સ્વતંત્ર જિંદગી જીવવાનો હોય છે. ‘અહલ્યા’ના રોલ વિશે પણ હું તેમજ કહી શકું કે તે શોર્ટ ફિલ્મમાં મેં ભજવેલું પાત્ર કોઇ પણ એંગલથી ખરાબ ન હતું.

You might also like