42ની ઉંમરમાં પણ આ અભિનેત્રી છે કુંવારી, હજુ પણ દેખાય છે સ્વીટ 16

બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે પણ તે કોઈના કોઈ કોન્ટ્રોવર્સીને લઈ લાઈમલાઈટમાં આવી જાય છે. અમિષા 9 જૂનના દિવસે પોતાનો જન્મ દિવસ મનાવે છે. ગુજરાતી પરિવારની સભ્ય અમિષાએ વર્ષ 2000માં ફિલ્મ ‘કહોના પ્યાર હે’ થી બોલીવુડમાં પગ મુક્યો હતો. પહેલી જ ફિલ્મ સુપરહિટ રહી હતી. જુઓ અમિષાની કેટલીક તસવીરો જેમા આજે પણ તે 16 વર્ષની હોય તેવી દેખાય છે.

‘કહોના પ્યાર હે’ થી કરિયરની શરૂઆત કરનારી અમિષા એ ‘ગદર’ અને ‘હમરાજ’ જેવી હિટ ફિલ્મો પણ આપી હતી, પરંતુ ત્યાર બાદ તેના કરિયરનો ગ્રાફ નીચે ઉતરી ગયો.શરૂઆતી ફિલ્મોમાં અમિષાનો અંદાજ સિંપલ જોવા મળ્યો હતો પણ ફિલ્મો બાદ તે હંમેશા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે.

2002માં વિક્રમ ભટ્ટ સાથે અફેરની ખબરો પછી 2008માં લંડનના કારોબારી કાનવ પૂરી સાથે પણ અમીશા જોવા મળી હતી. આ રિલેશનશિપ ઘણી લાંબી ચાલી અને હમણા જ તે જાયેદખાન સાથે ડેટ પર જોવા મળી છે.

 

તેમ છતા અમિષા પોતાની બોલ્ડ તસવીરોના કારણે ખબરોમાં છવાયેલી રહે છે. જણાવી દઈએ કે એક જમાનામાં સુપરસ્ટાર એક્ટ્રેસ રહી ચુકેલી અમિષા પટેલની પાસે આજ-કાલ કોઈ ફિલ્મ નથી.અમિષાની તેના પેરેન્ટ્સ સાથે બિલકુલ પણ નથી બનતી. તેમના ઘરમાં એકબીજા સાથે કલેહ ચાલતો હોય છે. અમિષાએ પોતાના પિતા પર તેના પૈસા બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દારૂ પીવામાં પણ અમિષા પટેલનું નામ સૌથી પહેલું આવે છે. એક સમય એવો આવ્યો હતો કે અમિષા અચાનક જ બોલીવુડથી ગાયબ થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે દારૂની એટલી મોટી દિવાની છે કે તે કોઈ પણ પાર્ટીમાં દારૂ સાથે જ જોવા મળે છે.

અમિષા પોતાની બોલ્ડ તસવીરો માટે પહેલા પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચુકી છે. આ પહેલા તે પોતાની રેડ બિકીનીમાં તસવીરો નાખ્યા બાદ ખબરોમાં આવી હતી.

You might also like