બોલિવૂડમાં આવી વિદેશી સુંદરીઓ

બોલિવૂડ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જેના અનેક કલાકારોએ અહીં પોતાના અભિનયનો જલવો વિખેર્યો છે, સાથે-સાથે વિવિધ દેશોના સિનેમામાં પણ અદ્વિતીય યોગદાન આપ્યું છે, જેમ કે કબીર બેદી, શશી કપૂર, ઓમ પુરી, અમરીશ પુરી. બોલિવૂડે વિવિધ દેશોને પોતાના કલાકારો આપ્યા છે. એ જ રીતે વિવિધ દેશોના કલાકારોએ પણ અહીં કામ કર્યું છે. વિદેશી મૂળની કેટલીક સુંદરીઓને બોલિવૂડે અપનાવી છે અને આ અભિનેત્રીઓએ અહીં પોતાની મંજિલ પણ મેળવી છે.

એલી અવરામ: સ્વિડિશ મૂળની મોડલ અભિનેત્રી એલી અવરામ સ્વિડનમાં રહીને પરદેશી ડાન્સ ગ્રૂપ નામના એક સમૂહની સભ્ય હતી અને બોલિવૂડનાં ગીતો પર ડાન્સ કરતી હતી. સ્વિડનમાં ડાન્સ, મોડલિંગ તથા અભિનય કર્યા બાદ તેણે બોલિવૂડમાં કરિયર બનાવવાનું વિચાર્યું અને મુંબઇ આવી. અહીં થોડો સમય મોડલિંગ કર્યા બાદ તેને ‘મિકી વાઇરસ’માં મુખ્ય પાત્ર ભજવવાનો મોકો મળ્યો. તે ‘બિગબોસ-૭’નો પણ ભાગ રહી. ૨૦૧૫માં તે કપિલ શર્માની સાથે ‘કિસ કિસ કો પ્યાર કરું’માં જોવા મળી. આ વર્ષે ‘જોલી એલએલબી-૨’માં તે દેખાઇ. હવે તે ‘નામ શબાના’માં જોવા મળશે.

હેજલ ક્રાઉની:
બ્રિટિશ મોડલ તથા અભિનેત્રી હેજલ ક્રાઉનીએ બોલિવૂડમાં પહેલી વાર આઇટમ સોંગ ‘લે કે પહલા પહલા પ્યાર…’ કર્યું હતું. ત્યાર બાદ સંગીત અને નૃત્ય પ્રત્યેના આકર્ષણના કારણે તેણે બોલિવૂડમાં જ પોતાની કિસ્મત અજમાવવાનો નિર્ણય કર્યો. ફિલ્મ ‘જાનશીન’માં તે એક્સ્ટ્રાના પાત્રમાં જોવા મળી. ત્યારબાદ તે ‘યુ મી ઔર હમ’, ‘એ ફ્લેટ’, ‘વન્સ અપોન ટાઇમ ઇન મુંબઇ’ અને ‘ક્યૂં હુઆ અચાનક’ જેવી ફિલ્મોમાં જોવા મળી. દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મો કરી ચૂકેલી આ બ્રિટિશ સુંદરી હવે બોલિવૂડમાં એક અલગ ઓળખ મેળવવા ઇચ્છે છે.

ક્લાઉડિયા સિસલા:
૨૦૦૯માં રિયાલિટી શો ‘બિગ બોસ-૩’નો ભાગ રહ્યા બાદ ક્લાઉડિયાએ પંજાબી ફિલ્મ ‘યાર પરદેશી’માં મુખ્ય ભૂમિકા ભજવી. આ રીતે તેણે ફિલ્મી કરિયર શરૂ કરી. ત્યારબાદ ૨૦૧૨માં તે ફિલ્મ ‘ખિલાડી-૭૮૬’ના એક ગીત ‘બલમા…’માં જોવા મળી. ‘ક્યા કૂલ હૈ હમ’માં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી. ૨૦૧૪માં તે ટીવી શો ‘કોમેડી સર્કસ’ કે ‘મહાબલિ’નો પણ ભાગ રહી. ફિલ્મ ‘દેશી કટ્ટે’મંા તેણે આઇટમ સોંગ પણ કર્યું. હવે તે બોલિવૂડમાં ટકી રહેવા અને અહીં જ ટોપ સ્થાને પહોંચવા ઇચ્છે છે.

નરગિસ ફખરી:
અમેરિકી મોડલ તથા અભિનેત્રી નરગિસ ફખરી ૨૦૦૪માં ‘નેક્સ્ટ ટોપ મોડલ’ નામના રિયાલિટી શોમાં ભાગ લીધા બાદ મોડલિંગ કરવા લાગી. ત્યારબાદ તેને લાગ્યું કે આટલું જ તેના માટે પૂરતું નથી અને તે પોતાની કરિયરને નવી દિશા આપવા માટે બોલિવૂડમાં ગઇ. ઇમ્તિયાઝ અલી નિર્દેશિત ‘રોક સ્ટાર’થી તેણે હિંદી ફિલ્મોમાં પગ મૂક્યો. આ ફિલ્મ સુપરહિટ રહી અને નરગિસને ત્યારબાદ ફિલ્મો મળવા લાગી. ‘મદ્રાસ કેફે’, ‘મૈં તેરા હીરો’, ‘અઝહર’, ‘હાઉસફૂલ-૩’ અને ‘બેન્જો’ જેવી ફિલ્મો તેણે કરી. આ દરમિયાન તેણે એક અંગ્રેજી તથા એક તામિલ ફિલ્મમાં પણ કામ કર્યું. આ વર્ષે તે એક અંગ્રેજી ફિલ્મ ‘ફાઇવ વેડિંગ’માં પણ જોવા મળશે.
http://sambhaavnews.com/

You might also like