ફ્લોપ ફિલ્મી કરિયર રહી આ અભિનેત્રીઓની

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેઓ આવી ત્યારે ચર્ચામાં રહી. તેમણે હિટ ફિલ્મથી શરૂઆત પણ કરી, પરંતુ તેમની ફિલ્મી કારકર્દી આગળ ન વધી શકી. ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમની ફિલ્મી કરિયર ફ્લોપ રહી. આવી અભિનેત્રીઓની યાદીમાં પહેલું નામ છે ઋષિતા ભટ્ટ.

ઋષિતાએ ફિલ્મી કરિયરની શરૂઆત શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘અશોકા’થી કરી. ર૦૦૩માં આવેલી ફિલ્મ ‘હાસિલ’માં તેનો રોલ પસંદ કરાયો હતો. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મમાં કામ કર્યું, પરંતુ તે બોલિવૂડમાં જગ્યા ન બનાવી શકી. ઋષિતાએ ‘અબ તક છપ્પન’, ‘જિજ્ઞાસા’, ‘દિલ વિલ પ્યાર પ્યાર’, ‘શરારત’, ‘કિશના’, આંખે’, ‘પેજ-૩’, ‘હે બેબી’, ‘દેશદ્રોહી’, ‘હીરોઝ’, ‘ખફા’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

શમિતા શેટ્ટીએ કરિયરની શરૂઆત ‘મુહબ્બતેં’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ હિટ રહી, પરંતુ શમિતા શેટ્ટી હિટ ન રહી. પહેલી જ ફિલ્મમાં તેનો અંદાજ એકદમ બોલ્ડ હતો. તેણે આ ઉપરાંત ‘સાથિયા’, ‘મેરે યાર કી શાદી હૈ’, ‘ફરેબ’, ‘ઝહર’, ‘બેબશ’, ‘કેશ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. મોટા ભાગની ફિલ્મોમાં તેનો લુક બોલ્ડ અને ગ્લેમરસ હતો તેમ છતાં તે ખુદની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહી.

ઉદિતા ગોસ્વામીએ ‘પાપ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં જોન અબ્રાહમ તેની સાથે લીડ રોલમાં હતો. ત્યારબાદ તેણે ‘ઝહર’, ‘અક્સર’, ‘દિલ દિયા હૈ’, ‘કિસે પ્યાર કરું’, ‘અપાર્ટમેન્ટ’ જેવી ફિલ્મો કરી, પરંતુ ઉદિતા ફલોપ રહી.

નેહા ધૂપિયાની ગણના સેક્સી અભિનેત્રીઓમાં થતી, પરંતુ તે બોલિવૂડમાં સફળતાનો સ્વાદ ન ચાખી શકી. તેને બોલ્ડ સીન કરવામાં પણ કંઇ વાંધો ન હતો, પરંતુ અભિનેત્રી તરીકે તેને સફળતા ન મળી. ‘કયામત’ ફિલ્મથી ડેબ્ય્ૂ કરનારી નેહાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ખુદને સ્થાપિત ન કરી શકી.

અમૃતા અરોરાએ ‘કિતને દૂર કિતને પાસ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તેણે ‘આવારા પાગલ દીવાના’, ‘જમીન’, ‘ગર્લફ્રેન્ડ’, ‘રક્ત’, ‘ફાઇટ ક્લબ’, ‘સ્પીડ’, ‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ સફળતા ન મળી શકી.

સેલિના જેટલીએ ‘જાનસીન’ ફિ‌લ્મથી એકટિંગ કરિયર શરૂ કરી. ફિલ્મને મિક્સ પ્રતિક્રિયા મળી. સેલિનાની ગણતરી બોલ્ડ અભિનેત્રીઓમાં થઇ, પરંતુ તે એકટિંગમાં સફળ ન રહી. તેણે ‘અપના સપના મની મની’, ‘હે બેબી’, ‘મની હૈ યે હની હૈ’ જેવી ફિલ્મો કરી.

પૂજા બત્રાને ૧૯૯૭માં ‘વિરાસત’ ફિલ્મથી બોલિવૂડમાં સફળ બ્રેક મળ્યો, પરંતુ ફિલ્મની સફળતાનો કોઇ ફાયદો ન થયો. તેણે હિંદી, તામિલ, તેલુગુ અને મલયાલમ મળીને કુલ રપ ફિલ્મો કરી છે. •

You might also like