બોલીવુડની કેટલીક ફિલ્મોને કારણે આ બિમારીઓ રહી ચર્ચામાં

બોલીવુડ ફિલ્મમાં એક ઝોનર એવું પણ છે જે બિમારીઓ પર ફોકસ કરે છે. આજે અમે તમને એ બિમારીઓ માટે કહી રહ્યા છીએ જે ફિલ્મોના કારણે ખૂબ ચર્ચામાં રહી છે.

પા- અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મમાં અમિતાભે એક 13 વર્ષના બાળકની ભૂમિકામાં પ્રોઝેરિયા (એક એવો રોગ છે જેમાં નાની ઉંમરના બાળકોમાં પણ ઘરડાના લક્ષણો જોવા મળે છે)થી પીડિત છે.

બરફી- પ્રિયંકા ચોપડા અને રણબીર કપૂર અભિનીત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા ઓસ્ટિસ્ટિક છોકરી એટલે કેઓટિઝ્મની બિમારીથી પીડિત છે. ઓટિઝ્મ એક માનસિક બીમારી છે જેના લક્ષણો બાળપથી જ જોવા મળે છે. આ રોગથી પીડાતા બાળકોનો વિકાસ તુલનાત્મક રીતે ધીરે થાય છે.

ગજની- આમિરખાન અભિનીત ફિલ્મમાં આમિર ખાને એક એવા વ્યક્તિની ભૂમિકા નિભાવી છે જેને એન્ટરોગ્રેડ એમેસિયા એટલે કે થોડું ક થોડું ક અંતરાલમાં ભૂલવાની બિમારી. એમ્નેસિયા બિમારીમાં 15 મિનીટ પહેલા બનેલી ઘટના ઓ વ્યક્તિની યાદદાસ્ત થોડીક ક્ષણો માટે જતી રહે છે.

બ્લેક-રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ બ્લેકમાં અમિતાભ બચ્ચને અલ્ઝાઇમર પીડિત રોગનું પાત્ર નિભાવ્યું છે. આ બિમારીમાં માથાનાં સેલ્સ ડેમેજ થઇ જાય છે. પરિણામો ભૂલવાની બીમારી થઇ જાય છે.

ગુઝારિસ- આ ફિલ્મમાં રિત્તિકને ક્વાડ્રોપ્લેઝિયા નામની બિમારી છે જે કોઇની મદદ વગર હલી પણ શકે નહીં. આ બિમારીમાં વ્યક્તિ પૂરી રીતે પેરાલિસીસ થઇ જાય છે.

માર્ગરીટા વિધ એ સ્ટ્રો- આ ફિલ્મમાં કાલ્કિને સેરબ્રલ પોલ્જીનો રોગ થયો હોય છે. જેમાં વ્યક્તિને સામાન્ય વસ્તુ કરવામાં પણ મુશ્કેલી થાય છે.

માય નેમ ઇઝ ખાન- શાહરૂખને આ ફિલ્મમાં એસ્પર્જર નામની બિમારી હોય છે. જે બાળકોને આ રોગ હોય છે તેમનો વિકાસ બીજા બાળકોની સરખામણીમાં અસામાન્ય હોય છે.

ફિર મિલેંગે- આ ફિલ્મમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ એચઆઇવી એડ્સ પીડિત દર્દીઓની ભૂમિકા નિભાવી છે.

તારે જમીન પર- આ ફિલ્મમાં દર્શીલ સફારીએ દાયસ્લેક્સિકથી પીડિત બાળકોની ભૂમિકા નિભાવી હતી. આ રોગમાં ચીજોને સમજવા માટે રોગીને ઘણો સમય લાગે છે.

યૂ મી ઓર હમ– કાજોલે આ ફિલ્મમાં અલ્ઝાઇમર પાડિત રોગોની ભૂમિકા નિભાવી છે. બ્લેક પછી આ ફિલ્મ આવી હતી અને ખૂબ ચર્ચામાં પણ રહી હતી.

You might also like