બોલિવૂડની ફિલ્મ નહીં દર્શાવે પાક.નાં થિયેટર,‘પિંક’નું પ્રદર્શન રોકાયું

નવી દિલ્હી: કરાચીનાં થિયેટરમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ પિંકનું પ્રદર્શન રોકાવી દીધું છે. લાહોરના સુપર સિનેમાઅે નક્કી કર્યું છે કે હવેથી ભારતીય ફિલ્મ થિયેટરમાં નહીં બતાવાય. પાકિસ્તાનની સેના અને કલાકારો પ્રત્યે એકજૂટતા બતાવાના ઇરાદાથી ભારતીય ફિલ્મ અને કલાકારોનોે બોયકોટ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઘણા કલાકારોઅે ટ્વિટ કરીને કહ્યું કે પાકિસ્તાનની પ્રતિભાઅોઅે ભારત જવું ન જોઈઅે. ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર અેસોશિયેેશન તરફથી પાકિસ્તાની અભિનેતા, ગાયકો અને ટેકનિશિયનો પર પ્રતિબંધથી પાકિસ્તાનમાં વ્યાપક પ્રતિક્રિયા થઈ છે.  કરાચીના ન્યૂ પ્લેક્સ અને એટ્રિયમ થિયેટરમાંથી પિંક ફિલ્મ હટાવી દેવાઈ છે. ન્યૂ પ્લેક્સના ફેસબુક પેજ પર કાલે રાત્રે એક પોસ્ટમાં ભારતીય ફિલ્મ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના નિર્ણયની જાણકારી અપાઈ છે. અા પોસ્ટને વાંચનારા ૧૬ હજાર લોકોમાંથી ૪,૩૦૧ લોકોઅે પોસ્ટ શેર કરી છે અને ૧૭૦૦થી વધુ લોકોઅે કોમેન્ટ કરી છે.

કોમેન્ટ કરનારા મોટાભાગના લોકોઅે અા નિર્ણયનું સ્વાગત કર્યું છે. જો કે અા નિર્ણય ખોટો ગણાવનાર અને તેની ટીકા કરનારા લોકો પણ તેમાં સામેલ છે.
ફિલ્મની સીડી-ડીવીડી વેચવા પર પણ પ્રતિબંધની અપીલ પાકિસ્તાનનાં મોટા થિયેટર સંચાલકોમાંથી એક સુપર સિનેમાની ફેસબુક પોસ્ટ કંઈક અા પ્રકારે છે. ભારતીય ફિલ્મને બોયકોટ કરવાના પોતાના નિર્ણયની જાણકારી અાપવાની સાથે પાકિસ્તાનના ટીવી ચેનલ અને અોપરેટરને ભારતીય ફિલ્મ તેમજ સિરિયલનું પ્રસારણ બંધ કરવાની અપીલ અપાઈ છે. ફિલ્મોની સીડી અને ડીવીડી વેચવા પર પણ પ્રતિબંધની અપીલ કરી છે. અભિનેતા હમઝા અલીઅે ફેસબુક પર લખ્યું છે કે હવે અે સમય અાવી ગયો છે જ્યારે પાિકસ્તાની કલાકારોઅે બોલિવૂડનો બહિષ્કાર કરવો જોઈઅે. પાકિસ્તાનના લોકોને પણ મનોરંજનના હિંદુસ્તાની કન્ટેન્ટનો િવરોધ કરવો જોઈઅે. અતિકા અોધો અને અઝહર રહેમાને ભારતીય ટીમ ઇન્ડસ્ટ્રીનાં વલણને દુર્ભાગ્યપૂર્ણ ઠેરવતાં જણાવ્યું છે કે પાકિસ્તાને હંમેશાં અહીં અાવેલા કલાકારો અને પ્રતિભાઅોની કદર કરી છે. કલાકારોને રાજનીતિથી અલગ રાખવા જોઈઅે.

You might also like