પેપોન વિવાદ પર રવિનાએ કહ્યું, ‘ધરપકડ કરો’ તો ફરાહે કહ્યું, ‘મારી છોકરી હોત તો મને પણ…’

ટીવીના પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શૉ ‘ધ વોઈસ ઈન્ડિયા કિડ્સ’ ની એક પ્રતિસ્પર્ધીને કિસ કરતા વિવાદમાં ફસાયેલ પેપોનની હવે મુશ્કેલીઓ વધી રહી છે. હવે મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પણ આ મામલે ફરિયાદ કરી છે.

પેપોનની આ હરકતને બોલિવૂડમાંથી પણ વખોડવામાં આવી રહી છે. રવિના ટંડને આ ઘટનાને શરમજનક કહેતા લખ્યું છે કે, ‘પેપોનની ધરપકડ થવી જોઈએ. બાળકીના માતા પિતા પર દબાણ કરવામાં આવ્યું છે. કેટલીક ટીવી ડિબેટમાં આ ઘટનાનો બચાવ થઈ રહ્યો છે, તે ખરેખર શરમજનક છે.’

અભિનેત્રી ગૌહર ખાને પણ ટ્વિટ કરી કહ્યું છે કે, ‘એક બાળકીના ચહેરા પર 4 સેકન્ડ સુધી કલરને હાથેથી ઘસતા રહેવું તે પિતાના પ્રેમને દર્શાવતું નથી. બાળકીના ચહેરાને ખેંચી કિસ કરવી તે એક નક્કી રણનીતિ હેઠળ કરવામાં આવ્યું છે. અહીંયા કોઈ કેમેરાના એન્ગલનો દોષ નથી.’

ડાયરેક્ટર ફરાહ ખાને પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, ‘પેપોન સારો છે, પણ એમાં કોઈ શંકા નથી કે આ વીડિયો જ્યારે મેં જોયો ત્યારે મને પણ અનકમ્ફ્ર્ટેબલ લાગ્યું હતું. મને લાગે છે કે તેનો ઈરાદો આવો નહી હોય, પણ તે છોકરીની જગ્યાએ મારી છોકરી હોત તો મને પણ સારું લાગ્યું ના હોત. મને લાગે છે કે બીજાના બાળકો પર આ રીતે પ્રેમ બતાવવાની કોઈ જરૂર નથી.’

You might also like