આલિયા ભટ્ટ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી અલગ અંદાજમાં….

બૉલીવુડની ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં એરપોર્ટ પર પોતાના અલગ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન, આલિયા એ બ્લેક-વ્હાઈટ સ્ટ્રીપ્સ ટી-શર્ટ સાથે બ્લેક ઓવરસીઝ કોટ પહેર્યો હતો અને તેની સાથે મેચિંગ ડેનિમ અને હાઈ હીલ્સ શુઝ પહેર્યાં હતાં,જેમાં આલિયા અત્યંત સ્ટાઇલીશ LOOK માં જોવા મળી હતી.

જો આપણે મેકઅપની વાત કરીએ, તો તેણે લાઇટ મેકઅપ કર્યો હતો અને ખુલ્લા વાળ સાથે કાળા સનગ્લાસ સાથે અલગ લુકમાં જોવા મળી હતી. આમ તો દરેક વખતે આલીયાની એરપોર્ટ પર અલગ સ્ટાઇલ જોવા મળે છે, જે ઘણી છોકરીઓને પ્રેરણા આપે છે.

You might also like