Happy Birthday: 37 વર્ષની બંગાળી ગર્લ બિપાશા આજે પણ છે સેક્સ સિમ્બોલ

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી બિપાશા બસુ પોતાનો 37મો જન્મ દિવસ ઉજવી રહી છે. બિપાશા બસુએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના જન્મદિવસના ફોટા શેર કર્યા છે. આ ઉપરાંત તેમણે એક નાનો વીડિયો અને પોતાના બાળપણના ફોટા પણ શેર કર્યા છે.

વધુ તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો

હાલમાં માલદીવમાં પોતાના બોયફ્રેન્ડ કરણ સિંહ ગ્રોવરની સાથે રજાઓ માણી રહી બિપાશાનો આ જન્મદિવસ સ્પેશિયલ છે. બિપાશા બિપાશા બસુ છેલ્લે ‘અલોન’ ફિલ્મમાં મોટા પડદા પર જોવા મળી હતી. અત્યારે તે ટીવી સીરિયલ ‘ડર સબકો લગતા હૈ’ને હોસ્ટ કરી રહી છે.

બિપાશાએ પોતાના બર્થડે કેકનો ફોટો પણ શેર કર્યો છે. કરણ સિંહ ગ્રોવરે પણ બિપાશાના ફોટા શેર કરતાં લખ્યું છે કે- ‘Happy Birthday to most gorgeous woman in the world!!!! May the universe bless you with a gazillion times more love and light than you spread in everyone else’s life! You’re an angel! God bless you! Happy birthday!!!!!!!!!❤️❤️❤️❤️❤️

બિપાશા અને કરણ ગ્રોવર છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યાં છે. બંને ઘણા અવસરો પર સાથે જોવા મળ્યા છે. બંને પોતાના સંબંધ વિશે ખુલીને બોલે છે.

You might also like