બોલિવુડ-હોલીવુડમાં અભિનય કરનાર પ્રિયંકા ચોપરાને આ છે પસંદ..

પ્રિયંકા ચોપરા હાલમાં હોલિવૂડમાં બિઝી છે અને સૌથી મોંઘી સ્ટારમાંથી એક છે. એવું કહેવાય છે કે એવોર્ડ શોમાં પર્ફોર્મ કરવા તે એક મિનિટના એક કરોડ રૂપિયા લે છે. અાવામાં પાંચ મિનિટના પર્ફોર્મન્સ માટે તેને પાંચ કરોડ રૂપિયાની ભારે રકમ અાપવામાં અાવે છે.

અત્યાર સુધીની પોતાની કરિયરમાં સર્વશ્રેષ્ઠ અિભનેત્રીનો નેશનલ એવોર્ડ, ચાર શ્રેણીઅોમાં ફિલ્મ ફેર પુરસ્કાર સહિત અન્ય એવોર્ડ અને નોમિનેશન મેળવી ચૂકેલી પ્રિયંકાઅે પોતાની કરિયરમાં જે સ્થાન મેળવ્યું છે તે બહુ અોછી અભિનેત્રીઅોને નસીબ હોય છે. બોલિવૂડમાં પોતાની ધાક જમાવ્યા બાદ પ્રિયંકાઅે હોલિવૂડની ઉડાણ ભરી તો ત્યાં પણ તેના નામનો ડંકો વાગવા લાગ્યો.

પહેલાં અંગ્રેજી ગીત ગાઈને ત્યારબાદ ટીવી સિરીઝ ‘ક્વાન્ટિકો’ માં અમેરિકન ટેલિવિઝન પર રાજ કર્યા બાદ હોલિવૂડ ફિલ્મ ‘બેવોચ’થી મોટા પડદા પર અાગ લગાવતી પ્રિયંકા ઇન્ટરનેશનલ શોનો મહત્ત્વનો ભાગ બની ગઈ. તેની વાતોનું ખુલ્લાપણું તેના ગ્લેમરસ અવતારને કોમ્પ્લિમેન્ટ કરે છે.

કદાચ અા જ કારણ છે કે પશ્ચિમી મીડિયા પણ પ્રિયંકાને સંભળાવવા અને બતાવવા બેતાબ રહે છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જોતજોતામાં હોલિવૂડની મોટી સ્ટાર બની ચૂકી છે. બે વખત ગોલ્ડન ગ્લોબ વિજેતા પ્રિયંકાનું કહેવું છે કે તે હોલિવૂડમાં કોઈ નામ કમાવાના ઇરાદે ગઈ નહોતી. તેને મોકો અને પડકાર મળતા ગયા. પૂરી મહેનત સાથે તે પૂરું કરતી રહી, કેમ કે તેને પહેલાંથી જ પડકાર પસંદ છે.

You might also like