હું પણ રોજ સંઘર્ષ કરું છુંઃ કલ્કિ

બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલીન માને છે કે સિનેમાનો લોકો પર પ્રભાવ પડે છે, પરંતુ મહિલાઓ પ્રત્યે લોકોની ધારણાઓ બદલવા માટે સિનેમા એકમાત્ર માધ્યમ નથી. આ માટે સમાજના લોકોનો દૃષ્ટિકોણ બદલવો પડશે. વિવિધ સ્રોતમાંથી આવતી જાણકારી પણ કોઇ પણ વિષય માટે લોકોની ધારણા બાંધવા પર અસર કરે છે. અલગ અલગ લોકો પર અલગ અલગ સ્રોતની જુદી જુદી અસર થાય છે. જરૂરી એ છે કે આપણે આપણો સંઘર્ષ ચાલુ રાખીએ અને દરેક પ્રકારના સોર્સનો પ્રયોગ આ પ્રકારની કોશિશમાં કરતાં રહીએ.

કલ્કિના જણાવ્યા મુજબ સમાજમાં પરિવર્તન લાવવા માટે ઘણા લોકોએ ભેગા થઇને કેટલીયે જુદી જુદી રીતથી કામ કરવું પડશે. આ પરિવર્તન કોઇ જાદુની જેમ નહીં આવે. તેના માટેનો સંઘર્ષ લાંબો ચાલશે. કલ્કિના જણાવ્યા મુજબ મહિલા સશક્તિકરણની વ્યાખ્યા પણ અલગ અલગ રીતે થાય છે. માત્ર એટલા માટે કે હું અલગ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવું છું, એનો અર્થ એવો નથી કે હું સંપૂર્ણ સ્વતંત્ર છું. મારો પોતાનો સંઘર્ષ પણ છે, જેનો મારે રોજ સામનો કરવો પડે છે. અહીં દરેક વ્યક્તિ રોજ પોતાની લડાઇ જુદી જુદી રીતે લડે છે. •

You might also like