હું એ જ તબ્બુ છું, જે પહેલાં હતી

બોલિવૂડ અભિનેત્રી તબ્બુની શરૂઅાત ચુલબુલી અભિનેત્રીના રૂપમાં થઈ હતી. બાદમાં તેની ઈમેજ એક ગંભીર અભિનેત્રીની બની ગઈ. અા પરિવર્તન અંગે તે કહે છે કે ફિલ્મોમાં અાપણે જે પાત્ર ભજવીએ છીએ તેવાં અસલી જિંદગીમાં હોતાં નથી. ફિલ્મોમાં જે હોય છે તે સારું જ હોય છે. અમે કામ કરતાં રહીએ છીએ અને ઈમેજ તેની જાતે બનતી રહે છે. કરિયરની શરૂઅાતમાં મેં ‘વિજયપથ’માં ચુલબુલી યુવતીનું પાત્ર ભજવ્યું હતું તો મને તેવા પ્રકારના થોડા રોલ મળ્યા. ત્યાર બાદ મેં ‘મકબૂલ’ અને ‘માચીસ’ જેવી ફિલ્મ કરી તો મારી છાપ એક સિરિયસ અભિનેત્રીની બની ગઈ. પછી મને એ પ્રકારની ભૂમિકાઓ ઓફર થવા લાગી, જોકે મેં મારી અંદર કોઈ પ્રકારનું પરિવર્તન અનુભવ્યું નથી. હું એ જ તબ્બુ છું,
જે હું પહેલાં હતી.

એક ઈમેજ બની ગયા બાદ એ પ્રકારની જ ફિલ્મોની ઓફર અાવે તે સામાન્ય વાત છે, પરંતુ તેમાંથી કઈ ફિલ્મો પસંદ કરવી તે કલાકાર પર નિર્ભર હોય છે. તબ્બુ કહે છે કે મેં ક્યારેય પણ વિચાર્યું નથી કે મારે કેવી ફિલ્મ કરવી છે. મારા માટે દરેક ફિલ્મ ફિલ્મ છે. તે સમયે મારી જે જરૂરિયાત હોય છે અને હું ઉંમરના જે પડાવમાંથી પસાર થઈ રહી છું તે અનુસાર જો કોઈ ફિલ્મ અને ભૂમિકા મને મળે તો હું તે સ્વીકારી લઉં છું. •

You might also like