નવો ટ્રેન્ડ લાવી આ અભિનેત્રીઓ

બોલિવૂડમાં ર૧મી સદીની અભિનેત્રીઓએ મેઇનસ્ટ્રીમ અને એક્ટિંગ કલા વચ્ચેના ખાડાને પૂરી દીધો. આ અભિનેત્રીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર ‘ગ્લેમર ડોલ’ બનવા આ ક્ષેત્રમાં આવી નથી. ર૦૦પથી ર૦૧૬ દરમિયાન આવેલી આ અભિનેત્રીઓએ ખરેખર બોલિવૂડની ફિલ્મોને એક નવી ઊંચાઇએ પહોંચાડી દીધી હતી.

દિપીકા પદુકોણઃ દિપીકાને સુંદરતા અને અભિનય પ્રતિભાનો શાનદાર સુમેળ ધરાવતી અભિનેત્રી માનવામાં આવે છે. ‘કોકટેલ’થી લઈને ‘પીકુ’ સુધી તેણે વિવિધ પ્રકારના અભિનય આપી બોલિવૂડમાં આગવું સ્થાન જમાવી લીધું છે. ‘ઓમ શાંતિ ઓમ’ની શાંતિ તથા ‘કોકટેલ’ની સેકસી વેરો‌િનકા, ‘યે જવાની હૈ દીવાની’ની નૈના તથા ‘રામલીલા’ની લીલા અને ‘બાજીગર મસ્તાની’ની મસ્તાની, આ તમામ પાત્રમાં તેણે ખૂબ જ શાનદાર અભિનય આપ્યો હતો તેનાથી તે આજે બોલિવૂડમાં ટોપ પર છે.

કંગના રાણાવતઃ પુરુષોના વર્ચસ્વવાળા ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરનારી કંગનાને બોકસ ઓ‌િફસની ક્વીન કહેવામાં આવે છે, તેની સુંદરતા અને અભિનય અલગ પ્રકારનાં છે. તે કોઈનાથી ડર્યા વિના સાચું કહેવામાં અગ્રેસર છે. તેને એ વાતથી પણ ફરક નથી પડતો કે તેના આ સ્વભાવથી બોલિવૂડમાં તેના વર્ચસ્વ પર અસર થઈ શકે છે. તે એક ટૂંકી ફિલ્મ બનાવી ચૂકી છે અને ઝડપથી નિર્દેશનના ક્ષેત્રે પણ જોવા મળશે.

પ્રિયંકા ચોપરાઃ આ પૂર્વ મિસ વર્લ્ડે બોલિવૂડમાં આગવી ઓળખ ઊભી કરી છે, પછી ભલે તે ફિલ્મ ‘ફેશન’માં મોડલ અથવા ‘સાત ખૂન માફ’માં એક કાતિલ પત્ની અથવા ‘એતરાજ’માં નેગે‌િટવ પાત્રની વાત હોય. તેણે દુનિયાને દેખાડી દીધું છે કે તે એક શાનદાર અભિનેત્રી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણી નામના મેળવી છે. હાલ તે અમેરિકાની સિ‌િરયલ માટે ચર્ચામાં છે.

કેટરીના કૈફઃ કેટરીનાને બોલિવૂડમાં આઉટસાઈડર માનવામાં આવતી હતી. તેને હિન્દીનો એક શબ્દ પણ આવડતો ન હોવા છતાં તે ટોપ પર પહોંચી ગઈ. તેણે તમામ ટોપ અભિનેતાઓ સાથે કામ કર્યું છે. તે સમયે સમયે તેનામાં પરિવર્તન લાવતી રહી છે. તે વર્ષમાં ઓછામાં ઓછી એક વધુ કમાણી કરી આપણી ફિલ્મ આપતી રહે છે.

વિદ્યા બાલનઃ વિદ્યા બાલનને પાથ બ્રેકર કહેવામાં આવે છે. તેણે એક તરફ ‘ધ ડર્ટી પિક્ચર’માં બોલ્ડ રોલ કર્યો હતો તો ફિલ્મ ‘કહાની’માં સગર્ભાનો અભિનય આપી દરેકને ચોંકાવી દીધા હતા. ‘ઈ‌િશ્કયા’થી લઈને ‘પા’ સુધી તેણે વિવિધ પ્રકારના અભિનય આપ્યા છે અને આજે પણ તેનો જાદુ યથાવત્ છે.

આલિયા ભટ્ટઃ આલિયા ભટ્ટને બોલિવૂડની ક્યૂટ ગર્લ માનવામાં આવે છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કરિયર શરૂ કરનાર આલિયાએ ફિલ્મ ‘હાઈવે’માં સાવ અલગ પ્રકારનો અભિનય આપી ચાહકોને ચોંકાવી દીધા હતા. તેને ઓલરાઉન્ડર પણ કહેવામાં આવે છે. તે ક્યૂટ અને સેકસી પણ છે અને સારો અભિનય આપી શકે છે. ખરેખર તે બોલિવૂડમાં લાંબા સમય સુધી ટોપ પર રહેશે.

You might also like