મારો પરિવાર મારી સૌથી મોટી નબળાઈઃ કેટરીના

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ તેના પરિવારને તેની સૌથી મોટી નબળાઈ માને છે. તે કહે છે કે અમે છ બહેનો છીઅે અને મારા માટે મારી એક પણ બહેન એન્જલ કરતાં અોછી નથી. તેમની તમામ જવાબદારીઅોને હું મારી જવાબદારી માનું છું. હું મારી બહેનોની ખુશી માટે કંઈ પણ કરી શકું છું.

હાલમાં કેટરીના તેની કરિયરની ટોચ પર છે. તે ઇન્ડસ્ટ્રીઝના તમામ નંબર વન સ્ટાર સાથે કામ કરી ચૂકી છે. અાગામી ૨૦ વર્ષમાં તે પોતાની જાતને ક્યાં જોવા ઇચ્છે છે? અા સવાલના જવાબમાં તે કહે છે કે અે સમયે હું મારા ખુદના ફે‌િમલીને ખુશ જોવા ઈચ્છીશ અને હું ઇચ્છું છું કે ૨૦ વર્ષ બાદ પણ હું બોલિવૂડમાં એક્ટિવ રહીને કામ કરતી રહું.

કેટરીના માટે પ્રેમની પરિભાષા શું છે? અા અંગે વાત કરતાં કેટરીના કહે છે કે મારું માનવું છે કે પ્રેમનો સાચો મતલબ પોતાના પાર્ટનર પર ખૂબ ભરોસો કરવો છે. પ્રેમ એક એવી ફિલિંગ છે, જેનો અનુભવ દરેક વ્યક્તિઅે લાઈફમાં ક્યારેક ને ક્યારેક કર્યો હોય છે અને દરેક વ્યક્તિઅે કમસે કમ અેક વાર અા અનુભવની મજા લેવી જોઈઅે. •

You might also like