જેકલીન બની સોશિયલ મીડિયા ‘ક્વીન’

જેકલીન ફર્નાન્ડીઝ પડદા પર પોતાની સુંદરતા અને એક્ટિંગના કારણે ખાસ્સી લોકપ્રિય બની છે.  તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. હંમેશાં તે પોતાના મિત્રો, સહકલાકારો તેમજ પર્સનલ આસિસ્ટન્ટ સાથેના ફોટા પાડીને પોસ્ટ કરતી રહે છે. જેકલીનના જણાવ્યા મુજબ તેને એ વાત પસંદ નથી કે તે માત્ર પોતાના જ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે. તેને લોકોની સાથે સેલ્ફી ખેંચાવવી ગમે છે, કેમ કે તે માને છે કે આ વાત હંમેશાં યાદગાર બની રહે છે.

જેકલીન સોશિયલ મીડિયા પર પણ એટલી સક્રિય રહેવાનું પસંદ કરે છે, કેમ કે સેલિબ્રિટી હોવાના નાતે તેના ફેન્સને તેના કામકાજ, તેની ગતિવિધિઓ, સુંદર રહેવા માટે તેના દ્વારા અપનાવાતા નિયમો આ બધું દિલચસ્પ લાગે છે. તે સૌથી વધુ પોતાની વાતો શેર કરવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં સોશિયલ મીડિયા તેને ખૂબ કામ લાગે છે. સોશિયલ મીડિયા પર તે પોતાની ઘણી વાતો શેર કરતી હોય છે. તેના કારણે લોકોના મનમાંથી તેના વિશેની ખોટી ધારણાઓ દૂર થઇ શકી છે.

હવે લોકો જાણવા લાગ્યા છે કે અસલી જેકલીન કેવી છે. જેકલીન કહે છે કે સોશિયલ મીડિયાએ તેના ફેન્સ સાથે જોડાવવામાં તેને ખૂબ મદદ કરી છે. તે લોકોને એવું બતાવવા ઇચ્છે છે કે તે અસલમાં કેવી છે. સોશિયલ મીડિયાની મદદથી જેકલીન પોતાના શૂટિંગ લોકેશન, મેકઅપ રૂમ, જિમ વગેરે તસવીરો શેર કરતી રહે છે. •

You might also like