બોલિવૂડ અભિનેત્રીઓ ફિટ રહેવા કેટલી ફી ચૂકવે છે?

બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ દસ કરતાં વધુ વર્ષથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેઓ પહેલી ફિલ્મમાં જેવી દેખાતી હતી તેવી ફિટ આજે પણ દેખાય છે તો શું છે તેમની ફિટનેસનું રહસ્ય? કેટલી ફી ચૂકવે છે તેેઓ પોતાના ફિટનેસ ટ્રેનરને?

કેટરિના કૈફ
ટ્રેનરઃ યાસ્મિન કરાચીવાલા, માસિક ફીઃ રૂ.૪પ,૦૦૦
કેટરિના કૈફ ટ્રેનર યાસ્મિન કરાચીવાલાના ગાઇડન્સમાં ટ્રેનિંગ લે છે. તેને તે દર મહિને લગભગ રૂ.૪પ,૦૦૦ જેટલી મોટી ફી ચૂકવે છે. માત્ર કેટરિના જ નહીં, બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેઓ દર મહિને ફિટનેસ પાછળ મોટી રકમ ખર્ચે છે.

મલાઇકા અરોરા
ટ્રેનરઃ અંશુકા પારવાની, માસિક ફીઃ રૂ.૭૩,૦૦૦
૪૩ વર્ષની ઉંમરમાં પણ મલાઇકા જબરદસ્ત ફિટ દેખાય છે. મલાઇકા ફિટનેસને લઇ ખૂબ જ એક્ટિવ છે અને તે હંમેશાં ઇન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ કરતા ફોટા પોસ્ટ કરતી રહે છે. વાત જો તેના ફિટનેસ ખર્ચની કરીએ તો તે જાણીતા ફિટનેસ ટ્રેનર અંશુકા પાસે ટ્રેનિંગ લે છે અને દર મહિને લગભગ રૂ. ૭૩,૦૦૦ ફી ચૂકવે છે. અંશુકાના માત્ર ૧ર કલાસની ફી ૩૬,૦૦૦ રૂપિયા છે.

દીપિકા પદુકોણ
ટ્રેનરઃ યાસ્મિન કરાચીવાલા, માસિક ફીઃ રૂ.૪પ,૦૦૦
દી‌િપકા પદુકોણ પણ કેટરિના કૈફની ફિટનેસ ટ્રેનર યાસ્મિનના માર્ગદર્શનમાં જ વર્કઆઉટ કરે છે. દી‌િપકા અને કેટરિનામાં કોલ્ડ વોર ચાલતી હોઇ તે આ બંને અભિનેત્રીઓના ટાઇમિંગ અલગ અલગ રાખે છે. દી‌િપકા દર મહિને ફિટનેસ માટે ૪પ,૦૦૦ રૂપિયા ખર્ચે છે.

આલિયા ભટ્ટ
ટ્રેનરઃ યાસ્મિન કરાચીવાલા, માસિક ફીઃ રૂ.૪પ,૦૦૦
આમ તો આલિયા ભટ્ટનો ભાઇ રાહુલ જ ફિટનેસ ટ્રેનર છે, પરંતુ વાત તેના ફિટનેસ ગાઇડની કરીએ તો તે યાસ્મિનના જિમમાં વર્કઆઉટ કરે છે. ફિટનેસ માટે આલિયા દર મહિને તેને ૪પ,૦૦૦ રૂપિયા ચૂકવે છે.

કરીના કપૂર
ટ્રેનરઃ નમ્રતા પુરોહિત, માસિક ફીઃ રૂ.૬પ,૦૦૦
કરીનાની જિમ ટ્રેનર નમ્રતા પુરોહિત છે. પ્રેગ્નન્સી બાદ વધેલા વજનને ઘટાડવા કરીના નમ્રતાની જ મદદ લઇ રહી છે. નમ્રતાની ૧ર કલાસની ફી ૩ર,૦૦૦ રૂપિયા છે. કરીના દર મહિને નમ્રતાને ૬પ,૦૦૦ રૂપિયાની મોટી ફી ચૂકવે છે.

સોનમ કપૂર
ટ્રેનરઃ રાધિકા કરલે, માસિક ફીઃ રૂ.પપ,૦૦૦
બોલિવૂડમાં પોતાની ફેશન સેન્સને લઇ ચર્ચામાં રહેતી સોનમ જબરદસ્ત ફિટ છે. સોનમ ટીનએજમાં ખૂબ જ જાડી હતી. તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા પોતાનું વજન તો ઘટાડ્યું, પરંતુ અત્યાર સુધી તેને મેન્ટેન કરી રાખ્યું છે. સોનમ ફિટનેસ ટ્રેનર રાધિકાના માર્ગદર્શનમાં વર્કઆઉટ કરે છે. તે દર મહિને રૂ.પપ,૦૦૦ ચૂકવે છે.

જેકલીન ફર્નાન્ડીસ
ટ્રેનરઃ સિંડી જોર્ડન, માસિક ફીઃ રૂ.૩૦,૦૦૦
જેકલીનની ફિટનેસ ટ્રેનર સિંડી જોર્ડન છે. જેકલીન સિંડીના ગાઇડન્સમાં વર્કઆઉટ કરે છે, જેને તે માસિક ફી રૂ.૩૦,૦૦૦ ચૂકવે છે. જેકલીન એવી પહેલી અભિનેત્રી છે,
જે પ્લેંક પો‌િઝશનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકી છે.

You might also like