અર્જુન સાથેના સંબંધોને લઇને અથિયાએ તોડ્યું મૌન, કહ્યું અફવાઓ નથી લેતી ગંભીરતાથી

નવી દિલ્લી – સુનિલ શેટ્ટીની દિકરી અને ‘હીરો’ ફિલ્મથી પોતાની કારકીર્દીની શરૂઆત કરનાર અથિયા શેટ્ટી હાલ અર્જુન કપુર સાથે તેના સબંધોને લઇને ચર્ચામાં છે. જો કે અર્જુન પહેલા અથિયાનું નામ સુરજ પંચોલી સાથે પણ જોડાયુ હતું અથિયાએ તેના અને અર્જુનના સંબંધોને લઈને ખુલાસો કરતાં કહ્યું કે તે માત્ર અફવાઓ છે અને તે કોઈ પણ જાતની અફવાઓને ગંભીરતાથી લેતી નથી. ઉલ્લેખનીય છે કે અથિયાને ફિલ્મ જગતમાં પ્રવેશ્યાને બે વર્ષ જેટલો સમય થઈ ચુક્યો છે.

અથિયાએ ભવિષ્યની ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યુ કે ‘હીરો’ પછી ‘મુબારકાં’ ફિલ્મ મળી છે તેની પટકથા મને ગમી છે તેથી આ ફિલ્મ કરવામાં વધુ મજા આવશે. અથિયાએ વધુમાં જણાવ્યુ હજી સુધી એકજ ફિલ્મ કરી છે છતા પણ તેને લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે.

મુબારકાં ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં જણાવ્યુ કે ફિલ્મમાં હું એક સીધી-સાદી મૌજ મસ્તી કરતી યુવતીનું પાત્ર ભજવી રહી છે. જે ખુબ મોજ મસ્તી કરે છે. ફિલ્મમાં અથિયા સિવાય અનિલ કપુર. અર્જુન કપુર અને ઈલિયાના ડીક્રુઝ પણ છે.

You might also like