બોલિવુડમાં કિસ્મત અજમાવવા આવેલા અભિનેતા, ગુમનામ હૈ કોઈ, બદનામ હૈ કોઈ

દર વર્ષે બોલિવૂડમાં કિસ્મત અજમાવવા હજારો ચહેરા આવે છે, તેમાંથી કેટલાકની કિસ્મત ચમકી જાય છે તો કેટલાક ગુમનામીના અંધારામાં ગુમ થઇ જાય છે. કેટલાક વન ફિલ્મ વન્ડર બનીને રહી જાય છે તો ઘણા સંઘર્ષ છતાં લાઇમ લાઇટમાં આવતા નથી. બોલિવૂડમાં કિસ્મત અજમાવવા આવેલા આવા જ કેટલાક અભિનેતાઓમાંથી અત્યારે કોઇ ગુમનામી તો કોઇ વિવાદોમાં ફસાઇને બદનામ થઇ ચૂકયા છે.

ફરાઝ ખાનઃ તમે આ ચહેરાને જોઇને ભલે ન ઓળખી શકો, પરંતુ તે અભિનેતા યુસુફ ખાનનો પુત્ર છે. ફરાઝે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માટે ઓડિશન પણ આપ્યું હતું. તે સિલેકટ પણ થયો હતો, પરંતુ અચાનક બીમાર પડતાં સલમાન ખાનને આ ફિલ્મમાં કાસ્ટ કરાયો. એક રીતે જોઇએ તો ફરાઝ ખાન બીમાર પડ્યો તેના કારણે સલમાનને ફિલ્મ મળી અને પછી તે સ્ટાર બની ગયો.

નકુલ કપૂરઃ ફિલ્મ ‘તુમ સે અચ્છા કૌન હૈ’થી રાતોરાત ચમકેલાે નકુલ કપૂર અન્ય ફિલ્મોમાં પોતાનો જાદુ ન બતાવી શકયો અને પછી ફિલ્મ છોડી દીધી. જે અભિનેતા પર કયારેક હજારો છોકરીઓ મરતી હતી તે આજે ફિલ્મો છોડીને કેનેડામાં યોગ
શીખવે છે.

સાહિલ ખાનઃ ફિલ્મ ‘સ્ટાઇલ’માં સાહિલ ખાને પોતાના જલવાઓથી દર્શકોને આકર્ષી લીધા હતા, પરંતુ તેનો સિક્કો બોલિવૂડમાં ન ચાલ્યો. થોડી ફિલ્મ બાદ તે ગુમનામ થઇ ગયો અને પછી તો અનેક વિવાદોમાં ફસાઇ ગયો. તેણે ‘એકસ્યૂઝ મી’, ‘યહી હૈ જિંદગી’ જેવી ફિલ્મ પણ કરી હતી.

શાદાબ ખાનઃ આ અભિનેતા રાની મુખરજી સાથે ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’માં જોવા મળ્યો હતો. ગબ્બર એટલે કે અમજદ ખાનના પુત્ર શાદાબ ખાનને એક્ટિંગ તો વિરાસતમાં મળી, પરંતુ તે તેનો લાભ ન લઇ શકયો. પરિણામ એ આવ્યું કે તે ફિલ્મોમાંથી ગાયબ થઇ ગયો અને બાદમાં લેખનની દુનિયામાં આવી ગયો.

ફૈઝલ ખાનઃ આમિર ખાન અાજે સુપરસ્ટાર છે, પરંતુ તેનો ભાઇ અને અભિનેતા ફૈઝલ ખાન આજે ગુમનામ છે. ફૈઝલ ખાને ફિલ્મ ‘મેલા’માં આમિર ખાન સાથે કામ કર્યું હતું, પરંતુ તેની કિસ્મત ફિલ્મી કરિયરની બાબતમાં તેને સાથ ન આપી શકી.

ફરદીન ખાનઃ લોકપ્રિય સ્ટાર, યંગ ગર્લ્સ માટેનો હોટ ચહેરો અને સુપરસ્ટાર ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન ખાન ફિલ્મોમાં કંઇ ખાસ ન ઉકાળી શકયો, પછી ફિલ્મી દુનિયામાંથી જ બહાર ચાલ્યો ગયો. હવે તો ફરદીનનું વજન પણ ખાસ્સું વધી ગયું છે. છેલ્લે તે ર૦૧૦માં કોઇ ફિલ્મમાં જોવા મળ્યો હતો ત્યારથી ફિલ્મોથી દૂર જ છે.•

You might also like