વિદેશ પહોંચ્યાં બોલિવૂડ સ્ટાર્સ, કોણ ક્યાં કરશે નવા વર્ષની ઉજવણી

નવા વર્ષના અવસરે બોલિવૂડના મોટાભાગના સ્ટાર્સ વિદેશમાં રજાઓ ગાળવા પહોંચી ગયા છે. જેમાં સોનમ કપૂર, અનુષ્કા શર્મા, ક્રિકેટર વિરાટ કોહલી અને ઇમરાન હાશ્મીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ છે.

સોન કપૂર પોતાના મિત્રોની સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે દુબઇમાં છે. આમીર ખાન પોતાની પત્ની અને પુત્ર સાથે સ્વિત્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરશે.

નવા વર્ષની ઉજવણી અંગે સલમાનને પુછતાં તેણે કહ્યું કે, દર વર્ષની જેમ કામ કરીશ કંઇ ખાસ નવું નથી. જોકે સલમાને તાજેતરમાં જ પનવેલામાં પોતાના ફાર્મ હાઉસ પર જન્મદિવસની ઉજવણી કરી હતી.

બોલિવૂડની હોટ જોડીઓ રણબીર અને કેટરિના નવા વર્ષની ઉજવણી માટે મેક્સિકો જઇ રહ્યાં છે. રણબીર સિંહ અને દીપિકાનું યુરોપ જવાનું પ્લાનિંગ છે.

પ્રિયંકા પોતાની ફ્રેન્ડ્સ સાથે વિદેશમાં જ નવા વર્ષની ઉજવણી કરશે. જ્યારે કે કરીના કપૂર પોતાના પતિ સૈફ અલી ખાન સાથે સ્વિત્ઝરલેન્ડમાં ઉજવણી કરશે. ઐશ્વર્યા પોતાના પતિ અને પુત્રી સાથે ન્યુયોર્ક જઇ રહી છે.

You might also like