એક્ટિંગ સિવાય કયો બિઝનેસ કરે છે બોલિવૂડ સ્ટાર્સ જાણો..

બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરીને કરોડોની આવક તો કરે જ છે સાથે સાથે કેટલાયે અલગ બિઝનેસ પણ કરે છે. આ બિઝનેસથી પણ તેઓ કરોડોની આવક કરે છે. તો આવો જાણીએ કયો અભિનેતા કયો બિઝનેસ કરે છે.

શાહરૂખ ખાન એક મોટો બિઝનેસમેન છે. એક્ટિંગ સિવાય તે રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટ કંપની ચલાવે છે. આ કંપની ફિલ્મ પ્રોડ્યુસ કરે છે.

આમીર ખાનનું પણ પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ આમીર ખાન પ્રોડક્શન છે.

સલમાન ખાનનું પણ પ્રોડક્શન હાઉસ છે. આ કંપની સલમાન પોતાના ભાઇ અરબાઝ તેમજ સોહેલ સાથે મળીને ચલાવે છે.

સની દેઓલનો પોતાનો મ્યુઝીક રેકોર્ડિંગ સ્ટુડિયો છે જેનું નામ સની રેકોર્ડિંગ સ્ટુડિયો છે.
મિથુન ચક્રવર્તીની ઉટીમાં 5 સ્ટાર હોટેલ છે.

ટ્વિન્કલ ખન્ના પોતાની માતા ડિમ્પલ સાથે મળીને કેન્ડલનો બિઝનેસ કરે છે. તેમની કેન્ડલ વિદેશોમાં ખુબ જ ફેમસ છે.

સુનીલ શેટ્ટીનો પોતાનો ગારમેન્ટનો વ્યવસાય છે. જેનું કરોડોનું ટર્નઓવર છે.

ચંકી પાંડેની પોતાની અનેક રેસ્ટોરન્ટ છે.

રોહિત રાયની સિક્યોરિટી એજન્સી છે. રોહિત અનેક સેલિબ્રિટીને સિક્યોરિટી આપે છે. આ બિઝનેસમાં તેમની સારી પકડ છે.

બિંદૂ દારા સિંહ પ્રોપર્ટીનો બિઝનેસ કરે છે.

You might also like