શોર્ટ ફિલ્મ ઇન્ટરનેટનું નવું મીડિયમઃ તાહિર રાજ

રાની મુખરજી સાથે ફિલ્મ ‘મર્દાની’માં વિલનની ભૂમિકા ભજવીને ચર્ચામાં અાવેલા અભિનેતા તાહિર રાજ ભસીનની શોર્ટ ફિલ્મ ‘ધ રોડ ટ્રીપ’ને ખાસ્સી પસંદ કરાઈ છે. અા ફિલ્મમાં તેની સાથે ‘લંચબોક્સ’ ફેમ અભિનેત્રી નિમરત કૌર પણ છે. નિમરત સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરતાં તે કહે છે કે કોઈ પણ કલાકારને બીજા સ્ટ્રોંગ કલાકાર સાથે કામ કરવા મળે તો ખૂબ મજા અાવે છે. મારા માટે પણ અા ઘણો સારો સમય છે. મેં ‘લંચબોક્સ’ જોઈ છે અને નિમરતે પણ મારી ‘મર્દાની’ ફિલ્મ જોઈ છે. અમે બંને ફિલ્મ પહેલાં અને બાદ એકબીજા સાથે વાત પણ કરી છે. મારા માટે એક ઇન્સે‌િન્ટવ જેવું હતું કે અમે બંને એકબીજા સાથે શોર્ટ ફિલ્મ કરીશું.

ત્રણ કલાકની ફિલ્મમાંથી હવે ફિલ્મો માત્ર બે-અઢી કલાકની થઈ ગઈ છે અને હવે તેના ઉપર અા શોર્ટ ફિલ્મનો ટ્રેન્ડ? શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ્સ ઝડપથી બદલાઈ રહ્યાે છે? અા અંગે વાત કરતાં તાહિર કહે છે કે હું માનું છું કે શોર્ટ ફિલ્મ ઇન્ટરનેટનું એક નવું મી‌િડયમ છે. ફૂલ ફ્લેઝ્ડ થિયેટર ફિલ્મો તો હંમેશાં રહેવાની જ છે. શોર્ટ ફિલ્મ અે લોકો માટે છે, જેમની પાસે સમય અોછો છે અને તેઓ લેપટોપ કે કમ્પ્યૂટર પર ગમે તે સમયે એન્ટરટેઈનમેન્ટ ઇચ્છે છે. અા નવી ટેલેન્ટ માટે પણ સારો મોકો છે. સારું મીડિયમ છે, જે પોતાનું કામ બીજાને બતાવવા ઇચ્છે છે. ક્રિકેટમાં તેઓ નેટ પ્રેક્ટિસ કરે છે, અે જ રીતે શોર્ટ ફિલ્મો પણ એક્ટર માટે એવો મંચ છે, જ્યાં તેઅો ખૂલીને પોતાની જાતે એક્સપ્લોર કરી શકે છે. હું માનું છું કે બંને પ્રકારની ફિલ્મો અાપણા ત્યાં અાજે એક સારો સ્કોપ છે. •

You might also like